ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Anant Ambani Radhika Engagement Ceremony : અનંત અંબાણી અને રાધિકાની ગોળધાણા અને ચૂંદડીવિધિ સાથે સગાઈ થઈ - નીતા અંબાણી

રીલાયન્સના સર્વેસર્વા મૂકેશ અંબાણીના ઘેર (At Antilia) આજે શુભપ્રસંગનો માહોલ હતો. નીતા અને મૂકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની વાગદત્તા રાધિકા મર્ચન્ટ સાથે આજે ઔપચારિક સગાઈવિધિ (Anant Ambani Radhika Engagement Ceremony ) યોજાઇ હતી. કાર્યક્રમોની શૃંખલાઓમાં નીતા અંબાણીએ નૃત્ય પરફોર્મન્સ (Nita Ambani Dance performance )પણ આપ્યું હતું.

Anant Ambani Radhika Engagement Ceremony : અનંત અંબાણી અને રાધિકાની ગોળધાણા અને ચૂંદડીવિધિ સાથે સગાઈ થઈ
Anant Ambani Radhika Engagement Ceremony : અનંત અંબાણી અને રાધિકાની ગોળધાણા અને ચૂંદડીવિધિ સાથે સગાઈ થઈ

By

Published : Jan 19, 2023, 8:20 PM IST

મુંબઇ-અમદાવાદ રીલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે આજે અંબાણી નિવાસમાં પરિવાર મિત્રોની હાજરીમાં પવિત્ર પરંપરાઓનું અનુસરણ કરવાની સાથે ઔપચારિક રીતે સગાઈ કરી છે.

પરંપરા મુજબ સગાઈવિધિ ગુજરાતી હિંદુ પરિવારોમાં પેઢીઓથી અનુસરવામાં આવે છે એવી ગોળ ધાણા અને ચૂંદડીવિધિ જેવી વર્ષો જૂની પરંપરાઓ કૌટુંબિક મંદિર અને નિવાસસ્થાનના સમારંભ યોજવાના સ્થળે ખૂબ જ ઉત્સાહથી નિભાવવામાં આવી હતી. આ ઉપરાંત પરિવારોએ એકબીજાને ભેટસોગાદો અને શુભેચ્છાઓની આપલે સાથે અનહદ આનંદ પણ વહેંચ્યો હતો. અનંતના માતા નીતા અંબાણીની વડપણમાં અંબાણી પરિવારના સભ્યો દ્વારા સૌને આશ્ચર્યચકિત કરતો કાર્યક્રમ પણ આપવામાં આવ્યો. જેમાં નીતા અંબાણીએ નૃત્ય પરફોર્મન્સ પણ આપ્યું હતું.

આ પણ વાંચો અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે કરી સગાઈ, જાણો ભાવિ અંબાણી વહુ વિશે

ગુજરાતી રિવાજ પ્રમાણે સગાઈ થઈ ગોળ ધાણા ગુજરાતી પરંપરાઓમાં આ લગ્ન પહેલાનો સમારંભ છે, જે સગાઈ સમાન છે. ગોળ-ધાણા વરરાજાના નિવાસસ્થાને વિતરીત કરવામાં આવે છે. કન્યાનો પરિવાર વરરાજાના નિવાસસ્થાને ભેટો અને મીઠાઈઓ સાથે આવે છે અને પછી યુગલ એકબીજાને રિંગ્સ પહેરાવે છે. રિંગ્સની આપ-લે કર્યા પછી અનંત અને રાધિકાએ તેમના વડીલોના આશીર્વાદ લીધા હતાં.

પુત્ર અનંતના શુભપ્રસંગે માતા નીતા અંબાણીના આશીર્વાદ

મર્ચન્ટ પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત સાંજના પ્રસંગની શરૂઆત અંબાણી પરિવારના સભ્યોએ અનંતની બહેન ઈશાની આગેવાનીમાં રાધિકા અને તેમના પરિવારને સાંજના ફંક્શનમાં આમંત્રિત કરવા મર્ચન્ટ પરિવારના ઘરે જઈને થઈ હતી. અંબાણી પરિવારે તેમના નિવાસસ્થાને આરતી અને મંત્રોચ્ચાર વચ્ચે મર્ચન્ટ પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ગોળ ધાણા અને ચૂંદડી વિધિ યોજાઈ બંને પરિવારો અનંત અને રાધિકા સાથે તેમના ભાવિ લગ્ન બંધન અને સાંજના સમારંભો માટે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે મંદિરમાં ગયા હતા. ત્યાંથી બધા સમારંભ સ્થળ પર ગયા અને ત્યારબાદ ગણેશ પૂજાથી કાર્યોની શરૂઆત કરી હતી. પરંપરાગત લગ્ન પત્રિકાનું વાંચન કરવામાં આવ્યું હતું. ગોળ ધાણા અને ચુંદડી વિધિ કરવાની સાથે અનંત અને રાધિકાના પરિવારો વચ્ચે આશીર્વાદ અને ભેટોની આપ-લે થઈ હતી. નીતા અંબાણીની આગેવાની હેઠળ અંબાણી પરિવારના સભ્યો દ્વારા સૌને આશ્ચર્યચકિત કરી દેતી એક નૃત્ય કૃતિ રજૂ કરવામાં આવી હતી. જેનાથી ઉપસ્થિત તમામ લોકોમાં ઉત્સાહ અને પારિવારિક બંધનનું તત્વ ખીલી ઉઠ્યું હતું.

આ પણ વાંચો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના "રોકા"

રિંગ સેરેમની થઈત્યારબાદ બહેન ઈશાએ રિંગ સેરેમનીની શરૂઆતની જાહેરાત કરી અને અનંત તથા રાધિકાએ પરિવાર અને મિત્રોની હાજરીમાં એકબીજાને રિંગ્સ પહેરાવી અને સપ્તપદીના આગામી બંધન માટે પરિવારના આશીર્વાદ માંગ્યા હતાં. અનંત અને રાધિકા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે અને આજની સગાઈની વિધિ તેમને આગામી મહિનાઓમાં તેમના લગ્નની વધુ નજીક લાવે છે. બંને પરિવારો રાધિકા અને અનંત માટે દરેકના આશીર્વાદ અને શુભકામનાઓ ઈચ્છે છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ વિશેનીતા અને મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. તે બાદથી જિયો પ્લેટફોર્મ અને રીલાયન્સ રીટેલ વેન્ચર્સના બોર્ડમાં સભ્ય સહિત વિવિધ ક્ષમતાઓમાં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સેવા આપી છે. તેઓ હાલમાં આરઆઇએલના એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરે છે. શૈલા અને વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા ન્યૂ યોર્ક યુનિવર્સિટીના સ્નાતક છે અને એન્કોર હેલ્થકેરના બોર્ડમાં ડિરેક્ટર તરીકે સેવા આપે છે.

ABOUT THE AUTHOR

...view details