હૈદરાબાદ: કોમેડી સ્ટારકપિલ શર્માની નવી ફિલ્મ 'ઝ્વીગાટો'નું ટ્રેલર સોમવારે (19 સપ્ટેમ્બર) રિલીઝ (Zwigato trailer release) કરવામાં આવ્યું છે. તાજેતરમાં આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર યોજાયું હતું. આ ફિલ્મ અભિનેત્રી અને દિગ્દર્શક નંદિતા દાસ દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યુ છે. કપિલ શર્મા (Kapil Sharma outstanding performance) આ ફિલ્મમાં ફૂડ ડિલિવરી બોયની ભૂમિકા ભજવી રહ્યો છે.
કપિલની એક્ટિંગ પાવર: 1.40 મિનિટના ટ્રેલરમાં કપિલ શર્માએ પોતાની એક્ટિંગથી ફેન્સનું દિલ જીતી લીધું છે. કપિલ શર્માએ તેની ખુશખુશાલ શૈલી બદલીને તેની એક્ટિંગ સાબિત કરી છે.ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે કે અભિનેત્રી શહાના ગોસ્વામી એક્ટર કપિલ શર્માની પત્નીના રોલમાં છે.
લોકોની રોજબરોજની સમસ્યાઓ: બંને પોતપોતાની ભૂમિકામાં એટલા મશગૂલ છે કે આ સ્ટોરી વાસ્તવિક છે કે સિનેમેટિક છે તે ભેદ પાડવો મુશ્કેલ બની જાય છે. અભિનેત્રી નંદિતા દાસે આ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ દ્વારા નંદિતાએ સમાજમાં ફેલાયેલી ગરીબી અને ગરીબ લોકોની રોજબરોજની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
'ઝ્વીગાટો'ની સ્ટોરી: તમને જણાવી દઈએ કે, કપિલની ફિલ્મ 'ઝ્વીગાટો'ની સ્ટોરી ફૂડ ડિલિવરી બોય અને તેની ભયંકર ગરીબી પર આધારિત છે. ટ્રેલરમાં ડિલિવરી બોયની આ હાલત જોઈને તમારું ગળું સુકાઈ જશે, આ પહેલા ફિલ્મના રિલીઝ થયેલા ટીઝરમાં કપિલ ખૂબ જ સાધારણ એક્ટિંગ કરતો જોવા મળ્યો હતો. માનવું મુશ્કેલ છે કે આ એ જ વ્યક્તિ છે જેના જોક પર આખી દુનિયા હસે છે.
કપિલ શર્માએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું: કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ રજૂ કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેની ફિલ્મ ઝ્વીગાટો 47માં ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થશે. તાજેતરમાં જ તેના પ્રીમિયર બાદ કપિલ શર્માએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ ફિલ્મનું પ્રીમિયર કન્ટેમ્પરરી વર્લ્ડ સિનેમામાં થયું હતું.