ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Box Office Collection: 'આદિપુરુષ'ની પીછે હટ, 'જરા હટકે જરા બચકે' એક ડગલું આગળ - બોક્સ ઓફિસ કલેક્શન

'જરા હટકે જરા બચકે'એ તારીખ 22 જૂને બોક્સ ઓફિસ પર 3 અઠવાડિયા પૂરા કર્યા છે. આદિપુરુષ ફિલ્મનો માત્ર ભરત દેશમાં જ નહિં પરંતુ વિદેશમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે 40 કરોડમાં બનેલી વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ થિયેટરમાં સારું પ્રદર્શન કરી રહી છે. ત્રીજા સપ્તાહમાં ફિલ્મે કેટલું કલેક્શન કર્યું ? અહીં જાણો

'આદુપરુષ'ની પીછે હટ, 'જરા હટકે જરા બચકે' એક ડગલું આગળ
'આદુપરુષ'ની પીછે હટ, 'જરા હટકે જરા બચકે' એક ડગલું આગળ

By

Published : Jun 23, 2023, 1:05 PM IST

Updated : Jun 23, 2023, 3:36 PM IST

મુંબઈઃ એક તરફ સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' બોક્સ ઓફિસ પર ધ્વસ્ત થઈ રહી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ભરપૂર લાભ લઈ રહેલી ફિલ્મ 'જરા હટકે જરા બચકે' સિનેમાઘરોમાં સારું પ્રદર્શન કરી રહી છે. એટલું જ નહિં તારીખ 2 જૂને રિલીઝ થયેલી વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર કબજો જમાવી રહી છે. વળી 'આદિપુરુષ' રિલીઝ થયા પછી પણ ફિલ્મની કમાણી ચાલુ છે.

આદિપુરુષના વિરોધનો ફાયદો: ફિલ્મ રિલીઝ થયાને ત્રણ અઠવાડિયા થઈ ગયા છે અને આ ત્રણ અઠવાડિયામાં ફિલ્મ તેની કિંમત કરતાં બમણી કમાણી કરવાની દિશામાં છે. આ ફિલ્મ તારીખ 23 જૂને રિલીઝના 22માં દિવસે આવી હતી અને ગુરુવારે 21માં દિવસે પણ ફિલ્મે કરોડના આંકડામાં કમાણી કરી લીધી છે. 'આદિપુરુષ'ના જોરદાર વિરોધથી ફિલ્મને ઘણો ફાયદો થઈ રહ્યો છે અને ફિલ્મની કમાણી દિવસેને દિવસે વધી રહી છે.

ચોથા સપ્તાહમાં એન્ટ્રી: વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ 'જરા હટકે જરા બચકે'ની 21માં દિવસે અંદાજિત કમાણી 1 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. બીજી તરફ ફિલ્મે 20માં દિવસે 1.08 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. 'જરા હટકે ઝરા બચકે'નું 21 દિવસમાં કુલ કલેક્શન 72.46 કરોડ રૂપિયા થઈ ગયું છે. 40 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ હવે તેના ચોથા સપ્તાહમાં ચાલી ગઈ છે.

થિયેટરમાં સારું પ્રદર્શન: 'જરા હટકે જરા બચકે' કમાણી મામલે 'આદિપુરુષ'ને પાછળ છોડી દીધા છે. આદિપુરુષે શરૂઆતના દિવસે 88 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને 'જરા હટકે જરા બચકે' 5.50 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. બીજી તરફ 'આદિપુરુષ'ની ત્રીજા દિવસની કમાણી 75 ટકા ઘટી ગઈ હતી અને બીજી તરફ 'ઝરા હટકે ઝરા બચકે' હજુ પણ તેના ઓપનિંગ કલેક્શનના પ્રમાણમાં એટલો ઘટાડો થયો નથી. ફિલ્મ હજુ પણ કરોડોના આંકડામાં કમાણી કરી રહી છે.

  1. Ramesh Mehta: ગુજરાતી ફિલ્મના હાસ્ય કલાકાર રમેશ મહેતાની જન્મજયંતિ, જાણો તેમની કારકિર્દી વિશે
  2. Box Office Collection: 'આદિપુરુષ'ની ટિકિટના ભાવમાં થયો ઘટાડો, 7માં દિવસે આટલી કમાણી
  3. Kathmandu Mayor: નેપાળે 'આદિપુરુષ' પરનો પ્રતિબંધ હટાવ્યો, કાઠમંડુના મેયરે આપી ચેતવણી
Last Updated : Jun 23, 2023, 3:36 PM IST

ABOUT THE AUTHOR

...view details