હૈદરાબાદ:ફિલ્મના નિર્દેશક લક્ષ્મણ ઉતેકરની તાજેતરની રિલીઝ 'ઝરા હટકે ઝરા બચકે' બોક્સ ઓફિસ પર 50 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. વિકી કૌશલ અને સારા અલી ખાન અભિનીત ફિલ્મ તારીખ 16 જૂને પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ 'આદિપુરુષ' મોટા પડદા પર આવી રહી છે. આદિપુરુષ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા બોક્સ ઓફિસ પર બે અઠવાડિયા સુધી થિયોટરો પર હક જમાવશે.
બોક્સ ઓફિસ કલેક્શન: પ્રથમ સપ્તાહના અંતે બોક્સ ઓફિસ કલેક્શનમાં નોંધપાત્ર ઉછાળો થયો હતો. પરંતુ પાછળથી સંખ્યા ઘટી અને લગભગ 3 કરોડ રૂપિયા પર સ્થિર રહી હતી. બીજા શનિવારે 'ઝરા હટકે ઝરા બચકે' ફિલ્મની બોક્સ ઓફિસ પર પ્રભાવશાળી વૃદ્ધિ જોવા મળી હતી. ઝરા હટકે ઝરા બચકે ફિલ્મનું રવિવારે લક્ષ્મણ ઉતરેકરે 9મા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સોશિયલ મીડિયા પર શેર કર્યુંં હતું.
50 કરોડ નજીક: તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સૂચવે છે કે, ફેમિલી એન્ટરટેઇનરે બીજા શનિવારે ઘરેલુ બોક્સ ઓફિસ પર રૂપિયા 5.76 કરોડની કમાણી કરી હતી. જે કુલ રૂપિયા 46.53 કરોડ થઈ ગયા હતા. બોક્સ ઓફિસ પર નિષ્ણાતોને આશા છે કે, ફિલ્મ રવિવારની રાત સુધીમાં 50 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી જશે. 'ઝરા હટકે ઝરા બચકે'ના બોક્સ ઓફિસ આંકડા જોતા નિર્માતાઓમાં વિશ્વાસ પુનઃસ્થાપિત થયો છે. મિડ-બજેટ ફિલ્મો માટે માત્ર OTT પર આધાર રાખ્યો નથી.
ફિલ્મની રસપ્રદ સ્ટોરી: મધ્યપ્રદેશના ઈન્દોરમાં સેટ થયેલ 'ઝરા હટકે ઝરા બચકે' એક સુખી લગ્ન યુગલની આસપાસ ફરે છે. જે વિકી અને સારા દ્વારા ભજવવામાં આવે છે. જેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે અને છૂટાછેડા લેવાનું નક્કી કરે છે. આ ફિલ્મમાં કોમેડી પણ છે. પરંતુ એક એવો પણ સમય આવે છે કે, દુ:ખથી ભરેલા પ્રસંગો દર્શકોને રડાવી જાય છે. આ ફિલ્મમાં કાલકારોની અદભૂત એક્ટિંગ જોવા મળે છે.
- Daughter Name: આકાશ શ્લોકા અંબાણીની દીકરીના નામની જાહેરાત, તેનો અર્થ ખૂબ જ સુંદર છે
- Bigg Boss Ott 2: સલમાન ખાનના શોમાં સૂરજ પંચોલીની એન્ટ્રી, સિંગર શ્રીલંકન પણ જોવા મળશે
- Animal: રણબીર કપૂર અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ 'એનિમલ'નું પ્રી ટીઝર રિલીઝ, 11 ઓગસ્ટે થશે રિલીઝ