મુંબઈઃવિકી કૌશલ અને સારા અલી ખાનની મિડલ ક્લાસ ફેમિલી ડ્રામા ફિલ્મ 'જરા હટકે જરા બચકે' તારીખ 18મી જૂને ત્રીજો વીકેન્ડ પૂરો થયો છે. આ ફિલ્મે 3 અઠવાડિયામાં 65 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ તારીખ 2 જૂને રિલીઝ થઈ હતી અને હજુ પણ બોક્સ ઓફિસ પર જોરદાર ચાલી રહી છે. અહીં, તારીખ 16 જૂને પાન ઈન્ડિયા ફિલ્મ 'આદિપુરુષ' દેશ અને વિશ્વભરના થિયેટરોમાં હિટ થઈ છે અને ભારે ટીકા વચ્ચે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કરી રહી છે.
Box Office Collection: 'ઝરા હટકે જરા બચકે' 'આદિપુરુષ' સામે મક્કમ છે, આટલું થયું કલેક્શન - ઝરા હટકે જરા બચકે ફિલ્મનું કેલક્શન
'આદિપુરુષ' ફિલ્મે થિયેટરમાં તુફાન મચાવ્યું છે. ત્યારે 'જરા હટકે જરા બચકે' પણ પીછે હટ કરે એમ નથી. વિકીની ફિલ્મનો જાદુ હજુ પણ કાયમ છે. ફિલ્મે તેના ત્રીજા વીકેન્ડ પર શાનદાર કલેક્શન કર્યું છે. પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ વિવાદોમાં ફસાયેલી છે, ત્યારે વિકી અને સારાની ફિલ્મ બોક્સ ઓફિસ પર ધીમી ગતીએ આગળ વધી રહી છે.
બોક્સ ઓફિસ કલેક્શન: બીજી તરફ 'આદિપુરુષ'ની કમાણીથી ફિલ્મ 'જરા હટકે જરા બચકે'ની કમાણી પર બહુ અસર જોવા મળી નથી. જે પ્રેક્ષકોને 'આદિપુરુષ' પાસેથી ઘણી આશા હતી તેઓ હવે ફિલ્મ રિવ્યુ પછી 'જરા હટકે જરા બચકે' ફિલ્મને સમય આપી રહ્યા છે. વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મે રવિવાર તારીખ 18 જૂનના રોજ 'આદિપુરુષ'ના બોક્સ ઓફિસ પર 2.34 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જે ફિલ્મના ત્રીજા અઠવાડિયાના રોજનું સૌથી વધુ કલેક્શન છે. ફિલ્મે તેના ત્રીજા વિકેન્ડમાં શુક્રવારે 1.08 કરોડ, શનિવારે 1.89 કરોડ અને રવિવારે 2.34 કરોડનું કલેક્શન કરીને બધાને ચોંકાવી દીધા છે.
ફિલ્મની કમાણીમાં ઉછાળો: એવી અપેક્ષા હતી કે, 'આદિપુરુષ'ની સામે ફિલ્મને ટકાવી રાખવી મુશ્કેલ બનશે, પરંતુ ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. 'આદિપુરુષ' ચારેબાજુ વિવાદોથી ઘેરાયેલી છે, જેનો ફાયદો બોક્સ ઓફિસ પર ઉઠાવી રહી છે. ફિલ્મ 'જરા હટકે જરા બચકે'એ તેના પહેલા વીકએન્ડમાં 37.35 કરોડ, બીજા વીકએન્ડમાં 25.65 કરોડ અને ત્રીજા વીકએન્ડમાં 5.31 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મનું નેટ બોક્સ ઓફિસ કલેક્શન 68.31 કરોડ રૂપિયા થઈ ગયું છે.