મુંબઈ:વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ 'જરા હટકે જરા બચકે' બીજા સપ્તાહમાં પ્રવેશી ચૂકી છે. તારીખ 9 જૂને બૉક્સ ઑફિસ પર ફિલ્મ કંઈ કમાલ કરી શકી નથી. શરૂઆતમાં વિકી અને સારાએ દર્શકો પર મંત્રમુગ્ધ કર્યા છે. પરંતુ તે પછી બહુ ઓછા લોકો ફિલ્મ જોવા માટે થિયેટરોમાં પહોંચી રહ્યા છે. આ ફિલ્મ તેના પહેલા અઠવાડિયામાં માત્ર 35 થી 40 કરોડ રૂપિયાની કમાણી કરી શકી હતી અને હવે આઠમા દિવસે આ જોડીની ફિલ્મે તેની કિંમત વસૂલ કરી લીધી છે. ફિલ્મ 'જરા હટકે જરા બચકે'નું બોક્સ ઓફિસ કલેક્શન 40 કરોડને પાર કરી ગયું છે. આ ફિલ્મનું બજેટ 40 કરોડ છે.
Box Office Collection: વિકી-સારાની ફિલ્મે 40 કરોડની કમાણી કરી, શુટિંગ ખર્ચ પૂરો
વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ 'જરા હટકે જરા બચકે' આઠમા દિવસે બોક્સ ઓફિસ પર એટલી કમાણી કરી કે ફિલ્મનો ખર્ચ નીકળી ગયો. હવે આ ફિલ્મ 50 કરોડ સ્પર્શ કરવા માટે દોડ લગાવી છે. આ દરમિયાન મોટે ભાગે શનિવાર અને રવિવારે રજા હોવાથી દર્શકો થિયોટરો તરફ જઈ શકે છે.
બોક્સ ઓફિસ કલેકશન: ફિલ્મની આઠમા દિવસની કમાણી વિશે વાત કરીએ તો, ફિલ્મે વિશ્વભરમાં આઠમા દિવસે બોક્સ ઓફિસ પર 3.42 કરોડ રૂપિયા કલેક્શન કર્યા છે. આ દરમિયાન ફિલ્મના આઠમા દિવસે ફિલ્મનું વર્લ્ડવાઈડ કુલ કલેક્શન 40.77 કરોડ રૂપિયા થઈ ગયું છે.તારીખ 10 જૂનના રોજ ફિલ્મ 'જરા હટકે જરા બચકે' તેના બીજા સપ્તાહમાં પ્રવેશી છે. જે રીતે ફિલ્મે તેના વીકએન્ડ શનિવાર અને રવિવારે રૂપિયા 15 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.
50 કરોડનું લક્ષ્ય:હવે રજાના દિવસો દરમિયાન સારું પ્રદર્શન જોઈને નિર્માતાઓને આશા છે કે, ફિલ્મ બીજા વીકએન્ડ પર પણ કંઈક આવું જ કરશે. શનિવાર અને રવિવારે લોકોની રજા હોવાને કારણે તેઓ ફિલ્મની મજા લેવા માટે થિયેટરમાં દોડી શકે છે. આવી સ્થિતિમાં ફિલ્મનું કલેક્શન 50 કરોડ રૂપિયાને સ્પર્શી શકે છે. ફિલ્મ તેના બીજા વિકેન્ડ સુધી 50 કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શ કરશે કે નહીં, તે આજના એટલે કે, 10 જૂનના કલેક્શન પરથી ખબર પડશે.