હૈદરાબાદ:વિકી કૌશલ અને સારા અલી ખાન સ્ટારર ફેમિલી ડ્રામા ફિલ્મ 'જરા હટકે જરા બચકે' તારીખ 2 જૂને રિલીઝ થઈ છે અને તેને રિલીઝ થયાને ત્રણ દિવસ થઈ ગયા છે. તારીખ 5 જૂને ફિલ્મે તેના પાંચમા દિવસે કમાલ કરી છે. આ ત્રણ દિવસમાં ફિલ્મે બોક્સ ઓફિસ પર 20 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. ફિલ્મના પ્રથમ સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર 5.49 કરોડની કમાણી કરીને ખાતું ખોલાવ્યું હતું અને ત્રીજા દિવસે ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો આવ્યો હતો.
ZHZB collection: 'જરા હટકે જરા બચકે'નું આવ્યું ચક્રવાત, ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો
વિકી કૌશલ અને સારા અલી ખાનની નવી જોડીની પ્રથમ ફિલ્મ 'ઝરા હટકે ઝરા બચકે'એ ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર મોટી કમાણી કરી છે. આ ફિલ્મની કમાણી દર દિવસે વધતી જાય છે. માત્ર 40 કરોડમાં બનેલી ફિલ્મે ત્રીજા દિવસે લગભગ 9 કરોડથી પણ વધુ કમાણી કરી છે. જાણો પહેલા વીકેન્ડમાં ફિલ્મની કુલ કમાણી કેટલી ?
ફિલ્મનું કલેક્શન: ફિલ્મનું વીકેન્ડ કલેક્શન દર્શાવે છે કે, ફિલ્મ આવનારા દિવસોમાં સારી કમાણી કરશે. આવો જાણીએ આ ત્રણ દિવસમાં ફિલ્મે કેટલી કમાણી કરી છે. ત્રીજા દિવસે 4 જૂને ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. 'જરા હટકે જરા બચકે' ફિલ્મે ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર 9 કરોડ રુપિયાની કમાણી કરીને આગળ વધી રહી છે. પણ વધુ બિઝનેસ કર્યો છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસ શુક્રવારે 5.49 કરોડ અને બીજો દિવસ શનિવારે 7.20 કરોડ અને ત્રીજો દિવસ રવિવારે 9.90 કરોડનું કલેક્શન કર્યું હતું.
ફિલ્મ સ્ટોરી: આ સાથે જ પહેલા વીકેન્ડમાં ફિલ્મની કુલ કમાણી 22.59 કરોડ રૂપિયા થઈ ગઈ છે. માત્ર રૂપિયા 40 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર તેની અડધાથી વધુ કમાણી કરી લીધી છે. ફિલ્મની વાર્તા એક મધ્યમ વર્ગના પરિણીત યુગલ પર આધારિત છે, જેમાં રોજિંદી જરૂરિયાતો પૂરી ન થવાને કારણે ઘણી લડાઈ થાય છે. આવી સ્થિતિમાં દર્શકોને વિકી અને સારાની આ દેશી સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે.