અમદાવાદ: યશ સોનીના ચાહકો માટે આવ્યા છે ખુશીના સમાચાર. યશની આગામી ફિલ્મની જાહેર થઈ ગઈ છે. યશ સોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગુજરાતી ફિલ્મ 'ડેની જીગર'ની જાહેરાત કરી દીધી છે. તેમણે પોસ્ટ સાથે ફિલ્મની પ્રથમ ઝલક પણ શેર કરી છે. આ ફિલ્મના નિર્દેશક કૃષ્ણદેવ યાજ્ઞિક છે અને ફિલ્મ નિર્માતા નિલય ચોટાઈ અને દિપેન પટેલ છે. આ ફિલ્મ બીગ બોક્સ સિરીઝ પ્રોડક્શન દ્વારા નિર્મિત છે.
Danny Jigar First Look: યશ સોની સ્ટારર ડેની જીગરનો ફર્સ્ટ લુક આઉટ, 8 ડિસેમ્બરે રિલીઝ થશે - યશ સોનીનો ફર્સ્ટ લુક
ઢોલિવુડના પ્રખ્યાત અભિનેતા યશ સોનીની આગામી ફિલ્મ 'ડેની જીગર'ની જાહેરાત થઈ ગઈ છે. કૃષ્ણદેવ યાજ્ઞાનિકના નિર્દેશનમાં બનેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં યશ સોની સાથે જીતેન્દ્ર ઠક્કર, ચેતન દૈયા, તર્જની જેવા કાલકારો સાનદાર ભૂમિકામાં જોવા મળશે. યશ સોનીએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું છે અને સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે.
ફિલ્મની ફર્સ્ટ ઝલક: યશ સોનીએ પોતાના સોશિયલ મીડિયા પર 'ડેની જીગર' ફિલ્મની ફર્સ્ટ ઝલકની સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. પોસ્ટરમાં યશ સોની પોલીસની વર્દીમાં જોવા મળે છે. તેમણે સ્ટાયલિશ ચસ્મા પહેર્યા છે. તેમના હાથમાં એક ઢાલ સમાન ચક્ર જોવા મળે છે. આ પ્રકારનું ચક્ર હોલિવુડ ફિલ્મ કેપ્ટન અમેરિકામાં અભિનેતાના હાથમાં જોવા મળે છે. આ સાથે પોસ્ટરમાં ચા મસ્ત બનાવી છે કેપ્ટન પણ લખ્યું છે. યશ સોનીની 'ડેની જીગર' ફિલ્મ તારીખ 8 ડિસેમ્બરે સિનેમાઘરોમાં જોવા મળશે.
યશ સોનીનો વર્કફ્રન્ટ:યશ આગામી ફિલ્મ 3 એક્કામાં જોવા મળશે. યશની સાથે મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી, એશા કંસારા, કિંજલ રાપ્રિયા, તર્જીની અને ચેતન દૈયા સામેલ છે. આ ઉપરાંત હિતુ કનોડિયા પણ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર તારીખ 21 જુલાઈએ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્માં મલ્હાર ઠાકર, યશ સોની અને મિત્ર ગઢવીની ત્રિપુટીની શાનદાર ભૂમિકા જોવા મળે છે. 'ડેની જીગર' ફિલ્મમાં યશ સોની, તર્જની સહિત જીતેન્દ્ર ઠક્કર, ચેતન દૈયા, વૈશાખ રતનબેન, રાજન ઠાકર અને નિલેશ પરમાર જોવા મળશે. આ ફિલ્મ જસ્વંત પરમાર અને ક્રિશ્નદેવ યાજ્ઞિકે લખી છે.