મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ યામી ગૌતમે પતિ આદિત્ય ધર સાથે શિવ પૂજા કરી હતી. યામી ગૌતમની તાજેતરની તસવીર શેર કરીને મળેલા પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો છે. લાલ ચુન્રી, કપાળ પર ચંદનનું તિલક અને વેલ્વેટ જેકેટ પહેરેલી યામી ખૂબ જ સુંદર લાગી રહી છે. યામી ગૌતમની લેટેસ્ટ ફિલ્મ 'OMG 2' તારીખ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમા યામી ગૌતમ એક વકીલની ભૂમિકામાં જોવા મળી રહી છે.
Yami Gautam Shiva Puja: 'OMG 2'ની અભિનેત્રી યામી ગૌતમે પતિ આદિત્ય સાથે શિવ પૂજા કરી, જુઓ વીડિયો - યામી ગૌતમ પતિ આદિત્યધર
યામી ગૌતમે રવિવારે તેમના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીર શેર કરી છે. આ તસવીરમાં યામી ગૌતમ પતિ આદિત્ય ધર સાથે શિવ પૂજા કરતી જોવા મળે છે. આ દરમિયાન ચાહકોએ 'હર હર મહાદેવ' સાથે રેડ હાર્ટ ઈમોજીસ શેર કરીને પ્રેમનો વરસાદ કર્યો છે. તો ચાલો એક નજર કરીએ આ સુંદર અને અદભૂત તસવીર પર.
યામી ગૌતમે પતિ આદિત્યધર સાથે કરી શિવ પૂજા: તસવીર અનુસાર યામી ગૌતમ અને આદિત્ય ધરે શિવ પૂજા પોતાના ઘરે કરી હતી. યુગલ શિવલિંગને જળ ચઢાવતા જોવા મળે છે. તસવીરમાં જોવા મળતા આદિત્ય ધરની વાત કરીએ તો, તેઓ યલો શર્ટમા જોવા મળે છે. આ સુંદર તસવીર શેર કરતાં યામીએ કેપ્શનમાં લખ્યું છે કે, ''આ પ્રેમ અને સન્માન માટે આભાર.'' અભિનેત્રીની તસવીર શેર થતાં જ ચાહકોએ કોમેન્ટ બોક્સમાં પ્રતિક્રિયા આપવાનું શરું કરી દીધું હતું. ચાહકોએ 'હર હર મહાદેવ' અને રેડ હાર્ટ ઈમોજીસથી કોમેન્ટ બોક્સ ભરી દીધું છે.
યામી ગૌતમની રિલીઝ ફિલ્મ: 'OMG 2'એ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે તેમની રિલીઝના 9માં દિવસ બાદ 100 કરોડનો આંકડો પાર કર્યો છે. તરણ આદર્શના જણાવ્યા અનુસાર, તેમણે શનિવારે સ્થાનિક સ્તરે 10.53 કરોડ રુપિયાની કામાણી કરી હતી. આ સાથે જ ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન રુપિયા 101.61 કરોડ રુપિયા થઈ ગયું છે. આ ફિલ્મ તારીખ 11 ઓગસ્ટના રોજ સની દેઓલની ફિલ્મ 'ગદર 2' સાથે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી.