ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Yaariyan 2 Song Controversy: શીખ સમિતિએ નિર્માતાઓ પર ધાર્મિક લાગાણીને ઠેસ પહોંચાડવાનો લગાવ્યો આરોપ - SGPCએ Yaariyan 2 મેકર્સ પર આરોપ લગાવ્યો

આગામી હિન્દી ફિલ્મ 'યારિયાં 2' 'સૌરે ઘર' નામના ગીતના રિલીઝ પછી વિવાદમાં આવી છે. આ સોન્ગમાં એક સીન પર સીનને લઈને વિવાદ છેડાયો છે. એક શીખ ધાર્મિક સમુદાયે નિર્માતાઓ પર ગીતમાં વાંધાજનક રીતે શીખ કિરપાણનો ઉપયોગ કરવામાં હોવાનો આરોપ લગાવ્યો છે.

શીખ સમિતિએ નિર્માતાઓ પર ધાર્મિક લાગાણીને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો
શીખ સમિતિએ નિર્માતાઓ પર ધાર્મિક લાગાણીને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2023, 5:18 PM IST

હૈદરાબાદ:આગામી રાધિકા રાવ અને વિનય સપ્રુ દિગ્દર્શિત 'યારિયાં 2'માંથી 'સૌરે ઘર' શીર્ષકનું ગીત રિલીઝ થવા પર વિવાદમાં આવી છે. શિરોમણી ગુરુદ્વારા પરબંધક સમિતિએ (એક ધાર્મિક સમુદાયે) કોમેડી-ડ્રામના નિર્માતાઓ પર ગીતમાં શીખ કિરપાણનો વાંધાજનક રીતે ઉપયોગ કરવાનો આરોપ મુક્યો હતો. સમિતિના સભ્યોએ દલીલ કરી હતી કે, અભિનેતા મીઝાન જાફરીએ જે રીતે કેટલાક દ્રશ્યોમાં કિરપાણ પહેરી હતીં તેનાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.

ફિલ્મ નિર્માતા પર લગાવ્યો આરોપ: આ મુદ્દો ઉઠાવતા SGPC એ X(જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું) પર લખ્યું છે કે, ''અમે રાધિકા અને વિનય સપ્રુ દ્વારા નિર્દેશિત યારિયાં 2 ફિલ્મના સૌરે ઘર ગીતમાં પ્રકાશિત આ દશ્ય સામે અમારો સખત વાંધો ઉઠાવીએ છીએ. સપ્રુ અને રાવ અભિનેતા તરીકે શીખ શીખ આસ્થાનું પ્રતીક કિરપાણ પહેરેલો જોવા મળે છે, જે અત્યંત વાંધાજનક રીતે સ્વીકારી શકાય તેમ નથી. આનાથી વિશ્વભરના શીખ સમુદાયની ધાર્મિક લાગણીઓને ગંભીર ઠેસ પહોંચી છે.''

કાનૂની કાર્યવાહી ચેતવણી આપી: શીખ સમુદાયે આગળ કહ્યું કે, ''આ વીડિયો ગીત T Seriesની ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ પર સાર્વજનિક છે, જે તેને તાત્કાલિક અસરથી દુર કરવું જોઈએ. જો કોઈ અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ આ વાંધાજનક દ્રશ્યો સાથે આ વીડિયો ગીતને પ્રકાશિત કરવા માટે કરવામાં આવે છે, તો તેણે પણ તેને દુર કરવું જોઈએ.'' માહિતી અને પ્રસારણ મંત્રાલયને ટેગ કરીને સમુદાયે સરકારને વિનંતિ કરી કે, ''સુનિશ્ચિત કરે કે, આ ફિલ્મના વાંધાજનક વીડિયો અથવા આવા કોઈપણ અસ્વીકાર્ય દ્રશ્યોને સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા રિલીઝ માટે મંજૂરી આપવામાં ન આવે. જો વીડિયોને સાર્વજનિક દૃષ્ટિકોણથી દૂર કરવામાં નહીં આવે તો. તેઓ લઘુમતી શીખ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પોહંચાડવા બદલ કાયદા મુજબ કાનૂની કાર્યવાહી શરુ કરશે.''

RP સિંહનું નિવેદન: ભાજપના પ્રવક્તા આરપી સિંહે પણ આ મુદ્દે X પર લખ્યું છે કે, ''હવે બોલિવુડ અને જાહેરાત એજન્સીઓએ નિયમિતપણે શીખોની લાગણીઓનું અપમાન કરવાનું શરુ કરી દીધું છે. કિરપાણ જે ખાલસાનો અભિન્ન ભાગ છે, તે શીખોની શ્રદ્ધાના પાંચ લેખોમાંથી એક છે. આ જાહેરાતમાં કિરપાણનો ઉપયોગ પ્રોપ તરીકે કરવામાં આવ્યો છે. એક ક્લીન શેવ અભિનેતા તેને પહેરે છે. તે નિંદાનું કૃત્ય અને શીખોની લાગણીઓને ઊંડી ઠેસ પહોંચાડે છે.'' 'યારિયાં 2' સ્ટાર્સ વારિના હુસૈન, અનસ્વરા રાજન, પ્રિયા પ્રકાશ વારિયર, દિવ્યા ખોલસા કુમાર અને મીઝાન જાફરી સામેલ છે. આ ફિલ્મ તારીખ 20 ઓક્ટોમ્બરે રિલીઝ થવાની છે.

  1. Raksha Bandhan 2023: ભાઈ બહેનના સંબંધો પર બનેલી બોલિવુડની આ ફિલ્મ નિહાળો
  2. Saba Azad Get Mobbed: હૃતિક સબા મૂવી ડેટ પર થયા સ્પોટ, ચાહકોની વચ્ચે બહાર નિકળવું મુશ્કેલ બન્યું
  3. Not Ramaiya Vastavaiya Song Out: 'જવાન'નુ ત્રીજું ગીત રિલીઝ, જુઓ નયનતારા સાથે ડાન્સ કરતો કિંગ ખાન

ABOUT THE AUTHOR

...view details