હૈદરાબાદ: વિશ્વ બોલિવુડ દિવસ એ ભારતીય ફિલ્મ ઉદ્યોગની સિદ્ધિઓની ઉજવણી કરવાનો દિવસ છે. આ દિવસે ભારતીય સિનેમાની સિદ્ધિઓને પ્રકાશિત કરવાનો દિવસ છે. તારીખ 24 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવી રહેલો આ દિવસ સિનેમેટીક સીન પર બોલિવુડની સિદ્ધીનું પ્રતિક છે. બોલિવુડ બોમ્બે અને હોલીવુડનું મિશ્રણ છે. 20મી સદીની શરુઆતમાં ભારતીય સિનેમા માટે આ નામ પ્રચલિત બન્યું હતું.
પ્રથમ ભારતીય ફિચર ફિલ્મ: પ્રથમ પૂર્ણ લાંબી ભારતીય ફિચર ફિલ્મ રાજા 'હરિશ્ચંદ્ર' છે, જે વર્ષ 1913માં રિલીઝ થઈ હતી. જ્યારે 'કિસાન કન્યા' એ વર્ષ 1937માં રિલીઝ થયેલી પ્રથમ હિન્દી સિનેમાની રંગીન ફિચર ફિલ્મ છે. બોલિવુડે દુનિયાભરના દર્શકોના દીલમાં જગ્યા બનાવી લીધી છે. બોલિવુડની ફિલ્મ ફક્ત દેશમાં જ નહી, પરંતુ વિદેશમાં લોકપ્રિય છે. બોલિવુડની પહોંચ આંતરરાષ્ટ્રીય બજાર સુધી વધી છે.
વિદેશમાં બોલિવુડ ફિલ્મનું શાનદાર પ્રદર્શન: બોલિવુડની ઘણી ફિલ્મે વિદેશી બોક્સ ઓફિસ પર પણ ઘણી સફળતા મેળવી છે. જેમાં જોઈએ તો, 'પઠાણ', 'ગદર 2', 'જવાન', 'દંગલ' જેવી ઘણી ફિલ્મો સામેલ છે. અમેરિક, કેનેડા, યુનાઈટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને મધ્ય પૂર્વ જેવા દેશોએ પણ બોલિવુડની ફિલ્મોને અપનાવી છે. ઈરફાન ખાનની ફિલ્મ 'દ લંચબોક્સે' ભારતીય બોક્સ ઓફિસ પર ભલે ઓછી કમાણી કરી હોય, પરંતુ જર્મનીમાં બોક્સ ઓફિસ પર બધા ખાનોને પાછળ છોડી દીધા છે. આ ફિલ્મે જર્મન બોક્સ ઓફિસ પર આશરે 1,706,663 અમેરિકી ડોલરની કમાણી કરી હતી.
સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ: 'દંગલ' ચીનમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની છે. આ ફિલ્મે 216,200,000 અમેરિકી ડોલરની ભારે કમાણી કરી છે. આ ઉપરાંત આમિર ખાનની ફિલ્મ 'ગજની', '3 ઈડિયટ્સ', 'તારે જમીન પર' અને 'પીકે' જેવી ફિલ્મે ચીનમાં ધમાકેદાર કમાણી કરી હતી. શાહરૂખ ખાનની ફિલ્મે 'માઈ નેમ ઈઝ ખાન' 161,064 ડોલરના કલેકશન સાથે તાત્કાલિક સોવિયેત સંઘમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની છે. પાકિસ્તાનમાં ભારતીય હિન્દી એક્શન ક્રાઈમ ફિલ્મ 'રેસ 3'એ 2,732,959 ડોલરનું કલેક્શન કર્યું છે.
બોલિવુડનું યોગદાન:બોલિવુડ ભારતીય અર્થવ્યવસ્થા અને વૈશ્વિક ફિલ્મ ઉદ્યોગમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. અનુમાન છે કે, બોલિવુડ ફિલ્મ ઉદ્યોગ દર વર્ષે લગભગ 1,000 ફિલ્મો બનાવે છે. 2020 ડેલોઈટ અભ્યાસ અનુસાર, ભારતીય ફિલ્મ ઉદ્યોગની આર્થિક ગતિવિધિ 16.5 બિલિયન ડોલર છે અને 840,000 થી પણ વધુ લોકોને રોજગાર આપે છે. સામાજિક અને સાંસ્કૃતિક માપદંડો પર બોલિવુડની ભારે અસર થઈ છે. બોલિવુડ ફિલ્મોમાં સામાજીક લૈંગિક અસામનતા, જાતી ભેદભાવ, ગરીબી વગેરે મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવે છે. 'દંગલ', 'પિંક' અને 'ટોલયલેટ: એક પ્રેમ કથા' જેવી ફિલ્મોએ વાર્તાલાપમાં વધારો કર્યો છે અને મહત્વપૂર્ણ સામાજીક પડકારો તરફ ધ્યાન આકર્ષિત કર્યું છે.
બોલિવુડમાં ટેક્નોલોજી: વર્તમાનમાં ટેકનોલોજીમાં પ્રગતિ જોવા મળે છે. સ્ટોરી રજુ કરવાની ટેકનીકો વિક્સિત થઈ ગઈ છે. અત્યાધુનિક વિઝ્યુઅલ ઈફે્ક્ટ્સ, વૈવિધ્યસભર વાર્તા કહેવાની અને આંતરરાષ્ટ્રીય સહયોગનું મિશ્રણ બોલિવુડના ભવિષ્યને આકાર આપશે. વર્લ્ડ બોલિવુડ ડેના દિવસે ફિલ્મ સ્ક્રીનિંગ, નૃત્ય પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને બોલિવુડના વિકાસ વિશે ચર્ચા થાય છે. પ્રશંસકો તેમની મનપસંદ બોલિવુડની યાદોને શેર કરવા અમે સુપ્રસિદ્ધ અભિનેતાઓ, દિગ્દર્શકો, સંગીકારો અને કોરિગ્રાફરોને યાદ કરવા માટે ભેગા થાય છે.
- Ragneeti Wedding: સંગીત નાઈટમાં નવરાજ હંસે જમાવી મહેફીલ, મહેમાનોએ પંજાબી ગીતો પર કર્યો ડાન્સ
- Parineeti Raghav Wedding Updates: રાઘવ પરિણીતી આ તારીખ અને સમયે લેશે લગ્નના ફેરા, જુઓ સમારોહની એક ઝલક
- Jawan Box Office Collection: કિંગ ખાનની 'જવાને' રચ્યો ઈતિહાસ, 'પઠાણ' 'ગદર 2'ને પાછળ છોડીને બની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ