હૈદરાબાદ:હોલીવુડથી એક એવી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, જે ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર ધમાકો કરશે. આ ફિલ્મનું નામ છે 'ઓપેનહેઈમર'. 'ઓપેનહેઈમર' કોઈ સાધારણ નામ નથી. જ્યારે તમને આ વિશે ખબર પડશે, ત્યારે તમારા પગ નીચેથી જમીન સરકી જશે. ભારતમાં આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ અને ઓપનિંગ ડે પર કેલક્શન કેટલું હોય શકે. આ ફિલ્મ સાથે સંબંધિત બધી જાણકારી જાણવા માટે અહિં વાંચો.
ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ: 'બેટમેનવ ટ્રાયોલોજી', 'ઈન્ટરસ્ટેલર' અને 'ડંકર્ક' જેવી ફિલ્મો બનાવનાર 52 વર્ષીય બ્રિટિશ-અમેરિકન ફિલ્મમેકર ક્રિસ્ટોફર નોલાને આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. કોરોના કાળ પછી તેમની આ પ્રથમ ફિલ્મ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર તુફાન કરવા જઈ રહી છે. અગાઉ ક્રિસ્ટોફરે 'ટેનેટ' બનાવી હતી. ફિલ્મ 'ઓપેનહેઈમર'ને લઈને ઈન્ટરનેશનલ એન્ટરટેઈન્મેન્ટ માર્કેટમાં ઘણી ચર્ચા થઈ રહી છે.
એડવાન્સ બુકિંગ: રિપોર્ટ્સ અનુસાર 'ઓપેનહેઈમર'ની 2 લાખ 20 હજાર એડવાન્સ ટિકિટ નેશનલ ચેઈનમાં બુક કરવામાં આવી છે. કોરોના કાળ પછી બોલિવુડ ફિલ્મો માટે આટલું બુકિંગ થયું નથી. 'પઠાણ', 'બ્રમ્હાસ્ત્ર' અને 'આદિપરુષ' જેવી પેન ઈન્ડિયા ફિલ્મને જ આવી એડવાન્સ બુકીંગ મળી છે. ભારતમાં 'ઓપેનહેઈમર'ની એડવાન્સ ટિકિટ બુકિંગનો આંકડો જોયા બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ ઓપિનિંગ દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરશે. આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર 13 થી 14 કરોડનો બિઝનેસ કરી શકે છે.
ભારતમાં હોલિવુડ ફિલ્મ: ઓપનહાઈમર ભારતમાં વર્ષ 2023ની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ સાબિત થઈ શકે છે. આ ફિલ્મ ભારતમાં 1250 સ્ક્રીન્સ પર જોવા મળશે. માર્વેલની સુપરહીરો ફિલ્મ ભારતમાં શુરુઆતના દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક છે. 'એવેન્જર્સ-ઓન્ડગેમે' વર્ષ 2019માં ભારતીય બોક્સ ઓફિસ પર ઓપનિંગ ડે પર 53 કરોડનું કેલક્શન કર્યુ હતું. ક્રિસ્ટોફર નોલાને આવા સંવેદનશીલ વિષય પર સંપુર્ણ ફિલ્મ બનાવી છે.
વિશ્વયુદ્ધ: જુલિયન રોબર્ટ ઓપેનહેઈમર એક અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. જેમનો જન્મ તારીખ 22 એપ્રિલ 1904માં થોય હતો. તારીખ 18 ફેબ્રુઆરી 1967ના રોજ 63 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેઓ વિશ્વયુદ્ધ દરમિયાન લોસ એલામોસ લેબોરેટરીના ડિરેક્ટર હતા. જ્યારે જાપાને વર્ષ 1941માં અમેરિકાના હાર્બર પર બોમ્બ ફેંક્યો હતો, ત્યાર પછી ઓપેનહેઈમરે દુનિયાનો પ્રથમ પરમાણુ બોમ્બ તૈયાર કર્યો હતો. જેને જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર છોડવામાં આવ્યો હતો. ત્યાર બાદ જાપાને અમેરિકા સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જ્યારે પોતે જ પોતાના પરમાણુ બોમ્બથી જાપાનની તબાહી જોઈ ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા.
- Pm Modi Biopic : અમિતાભ બચ્ચન બનશે Pm મોદી, વડા પ્રધાન પર બની રહી છે બાયોપિક
- Manipur Violence: મણીપુરના વીડિયો મુદ્દે આ અભિનેત્રીઓએ મોરચો માડ્યો, કહ્યું માફી ન આપી શકાય
- Kalki 2898 Ad: એક મોટી ઈવેન્ટમાં અમિતાભ બચ્ચને આપી પ્રતિક્રિયા, કમલ હાસનની બોલતી બંધ