હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ઉદભવેલા જીવલેણ કોરોના વાયરસનું મોજુ ફરી એકવાર ફરી વળ્યું છે. હાલમાં Omicronનું BF 7 વેરિઅન્ટ ચીનમાં તબાહી મચાવી રહ્યું છે અને ત્યાં વાયરસના કારણે મૃત્યુદર વધી રહ્યો છે. ચીનથી ફેલાતો કોરોના ફરી આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. ભારતમાં પણ તેણે ફરી દસ્તક આપી છે અને કેટલાક લોકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે, ચીનના એક ગાયકે પોતાને કોરોના પોઝિટિવ ગણાવ્યા છે. આવો જાણીએ કોણ છે આ ચાઈનીઝ સિંગર વિશે. આ ચીની સિંગરનું નામજેન ઝાંગ(Jane Zhang chinese singh)) છે અને તેણે જાણી જોઈને પોતાને કોવિડ પોઝીટીવ બનાવી (Jane Zhang corona infected) છે. ગાયિકાના આ કૃત્યથી બધા ચોંકી ગયા છે અને પરેશાન છે.
કેવી રીતે થયો કોરોના પોઝિટિવ:ચીનની ગાયિકા જેન ઝાંગ જાણીજોઈને કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આખી દુનિયામાં ફેલાઈ ગયા છે. નોંધપાત્ર વાત એ છે કે, આ ચીની સિંગરે પહેલા પોતાને કોરોના પોઝિટિવ ગણાવી અને પછી તેના વિશે માહિતી આપીને લોકોને ચોંકાવી દીધા હતા. ચાઈનીઝ મીડિયાના અહેવાલ અનુસાર સિંગરે જણાવ્યું કે, પોતાને કોરોના વાયરસથી સંક્રમિત કરાવવા માટે તે પોતાના મિત્રને મળવા ગઈ હતી. જે પહેલાથી જ કોવિડ પોઝિટિવ હતા.
કોરોના પોઝિટિવ કેમ બન્યો:ચીનના ગાયિકાએ પોતાને કોરોના પોઝિટિવ હોવાનું કારણ પણ જણાવ્યું. સિંગરે કહ્યું કે, તે ન્યૂ યર પાર્ટી એન્જોય કરવા માંગે છે. આવી સ્થિતિમાં જ્યારે તે નવા વર્ષની કોન્સર્ટમાં જશે, ત્યારે કોરોના સંક્રમિત થવાનું જોખમ ઓછું રહેશે. સિંગરે તેની એસ પોસ્ટમાં લખ્યું, ''મને ચિંતા હતી કે, નવા વર્ષના પ્રદર્શન દરમિયાન મારી તબિયત બગડી શકે છે. એટલા માટે હું એવા લોકોને મળી જે કોવિડ પોઝીટીવ હતા. હવે મારી પાસે વાયરસમાંથી સાજા થવાનો સમય છે.''
ગાયકની તબિયત હવે કેવી છે:સિંગરે કહ્યું કે, જ્યારે તેને તાવ, ગળામાં દુખાવો અને શરીરમાં દુખાવો જેવા લક્ષણો અનુભવાયા ત્યારે તે સૂઈ ગઈ. લક્ષણો કોવિડ દર્દીઓ જેવા જ હતા. પરંતુ આ લક્ષણો તેમનામાં માત્ર એક દિવસ માટે જ રહ્યા. સિંગરે કહ્યું, ''એક દિવસ અને રાતભર ઊંઘ્યા પછી મારા લક્ષણો ગાયબ થઈ ગયા હતા. મેં ઘણું પાણી પીધું અને વિટામિન સી લીધું. મેં કોઈપણ પ્રકારની દવા લીધી નથી.