મુંબઈ: 'વેલકમ', 'વેલકમ બેક' પછી મેકર્સ ફિલ્મની આગામી સિક્વલમાં વ્યસ્ત છે. ફિલ્મના મુખ્ય કલાકારો વિશે થોડા દિવસો પહેલા જ જાહેરાત કરવમાં આવી હતી. તાજેતરમાં ફિલ્મના ત્રીજા ભાગનું નામ સામે આવ્યું છે. મેકર્સે 'વેલકમ 3'નું ટાઈટલ જાહેર કર્યું છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ નક્કી કરી લેવામાં આવી છે. બુધવારે ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર 'વેલકમ 3'નું અપડેટ શેર કર્યું છે. આ સાથે તેમણે ફિલ્મના ટાઈટલ વશે પણ માહિતી આપી છે.
Welcome 3 Title: 'વેલકમ 3'નું ટાઈટલ જાહેર, 2024માં ક્રિસમસના અવસરે જોવા મળશે - વેલકમ ટૂ ધ જંગલ રિલીઝ ડેટ
અનીસ બઝમી નિર્દેશિત ફિલ્મ 'વેલકમ' વર્ષ 2007માં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ 'વેલકમ બેક' જોવા મળી હતી. હવે આ ફિલ્મનો ત્રીજો ભાગ 'વેલકમ 3'ના ટાઈટલની જાહેરાત થઈ ગઈ છે. વધુ માહિતી માટે આગળ વાંચો.
વેલકમ ફિલ્મના 3 પાર્ટનું ટાઈટલ જાહેર: તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ફિરોઝ એ. નડિયાદવાલાએ 'વેલકમ 3'માટે ક્રિસમસ 2024 લોક કર્યું છે. 'વેલકમ ટુ ધ જંગલ' એ 'વેલકમ' ફિલ્મના ત્રીજા પાર્ટનું ટાઈટલ હશે. નિર્માતા ફિરોઝ એ. નડિયાદવાલાએ વર્ષ 2024માં 'ક્રિસમસ'ના અવસર પર ફેમિલી એન્ટરટેનર રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. અગાઉ ધમાલ અભિનેતા અરશદ વારસીએ ફિલ્મના નિર્માણ અને 'વેલકમ 3'ના મુખ્ય કલાકરો વિશે ખુલાસો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરશદ વારસીએ ફિલ્મમાં તેમની એન્ટ્રી કન્ફર્મ કરી છે. તેમની સાથે સંજય દત્ત અને અક્ષય કુમાર પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે.
જાણો પ્રથમ ભાગ વેલકમ વિશે:જો કે, આ અંગે હજુ સુધી મેકર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. વેલકમની વાત કરીએ તો, આ ફિલ્મ વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે ફિરોઝ એ. નડિયાદવાલા 2015માં તેમની આગામી સિક્વલ 'વેલકમ બેક'માં મોટા પડદા પર દેખાય હતા. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી.