ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Vicky Kaushal: IIFA 2023માં 'શીલા કી જવાની' પર વિક્કી કૌશલે કર્યો અદભૂત ડાન્સ, ચાહકોએ કર્યા વખાણ - રાખી અને સારા અલીનો ડાન્સ

અભિનેતા વિક્કી કૌશલે તાજેતરમાં રાખી સાવંત અને સારા અલી ખાન સાથે IIFA 2023માં 'શીલા કી જવાની'ની ધૂન પર ડાન્સ કર્યો હતો. જો કે, જ્યારે રાખીએ તેને મસ્તી કરતા ધક્કો માર્યો, ત્યારે વિક્કી પોતાનું સંતુલન ગુમાવી દે છે. પરંતુ તેમના દ્વારા થોડી ક્ષણો માટે કરવામાં આવેલો ડાન્સ ચાહકોને પસંદ આવી રહ્યો છે અને પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે.

IIFA 2023માં 'શીલા કી જવાની' પર વિક્કી કૌશલે કર્યો અદભૂત ડાન્સ, ચાહકોએ કર્યા વખાણ
IIFA 2023માં 'શીલા કી જવાની' પર વિક્કી કૌશલે કર્યો અદભૂત ડાન્સ, ચાહકોએ કર્યા વખાણ

By

Published : May 29, 2023, 1:07 PM IST

અબુ ધાબી: IIFA 2023 સમાપ્ત થઈ ગયું છે પરંતુ બોલિવૂડના સૌથી લોકપ્રિય શોની અંદરની ક્ષણો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. સૌથી વધુ વાયરલ વીડિયો પૈકીનો એક વીડિયો અભિનેતા વિક્કી કૌશલનો છે. જેણે શનિવારે અબુ ધાબીમાં અભિષેક બચ્ચન સાથે IIFAની 23મી આવૃત્તિ હોસ્ટ કરી હતી. ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાખી સાવંતે રમૂજી રીતે વિક્કી ધક્કો માર્યો હતો અને વિક્કી તેમનાથી પોતાનો બચાવ કરતા જોઈ શકાય છે.

વિક્કી કૌશલનો ડાન્સ: ક્લિપની શરૂઆત રાખી, સારા અલી ખાન અને વિક્કી ચિકની ચમેલી પર નૃત્ય કરતાં થાય છે. જો કે, તેમના પરફોર્મન્સની સેકન્ડોમાં વિક્કીએ કહ્યું, "ચાલો શીલા કી જવાની પર ડાન્સ કરીએ." રાખી, સારા અને વિક્કી પછી ડાન્સ અને ગાવાનું શરૂ કરે છે. જો કે, રાખી મસ્તી કરતા વિક્કી સાથે ટકરાઈ છે, જેના કારણે વિક્કી શાનદાર ડાન્સ કરતા હોતા પરંતુ પોતાનું સંતુલન ગુમાવી દે છે. આ ત્રણેયના ઉત્તેજક પ્રદર્શનને જોઈને પ્રેક્ષકો ખુશ થઈ ગયા હતા. આ દરમિયાન વિક્કીનો ડાન્સ ચાહકોને ખુબજ પસંદ આવી રહ્યો છે.

યુઝર્સની પ્રતિક્રિયા: વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક સોશિયલ મીડિયા યુઝરે કોમેન્ટ કરી કે, "હાહાહા રાખી બેસ્ટ છે." અન્ય યુઝરે ટિપ્પણી કરી, "આ ખૂબ જ આનંદી છે." વધુ એક યુઝરે લખ્યું, "મને માફ કરજો આ ખૂબ જ રમુજી છે." પ્રતિષ્ઠિત IIFA એવોર્ડ્સ 2023 શુક્રવાર અને શનિવારે અબુ ધાબીમાં તારીખ 26 મેના રોજ આયોજિત IIFA રોક્સ ઇવેન્ટ અને તારીખ 27 મેના રોજ મુખ્ય પુરસ્કારોની રાત્રિ સાથે યોજવામાં આવ્યો હતો.

સ્ટેજ શાનદાર પરફોર્મન્સ: સલમાન ખાન, નોરા ફતેહી, કૃતિ સેનન, જેકલીન ફર્નાન્ડીઝ, વરુણ ધવન, અને રકુલ પ્રીત સિંહ સહિત અન્ય લોકોએ ગાલા નાઇટમાં તેમના પાવર-પેક્ડ પરફોર્મન્સથી સ્ટેજન પર આગ લગાવી દીધી હતી. હૃતિક રોશન અને આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. જો કે, બાદમાં કૌટુંબિક કટોકટીના કારણે સમારોહ છોડી દીધો હતો.

  1. IIFA 2023: સલમાન ખાને વિક્કી કૌશલને હગ કરીને કહી મોટી વાત
  2. New Parliament: શાહરૂખ ખાને પોતાના અવાજથી નવા સંસદ ભવનનો વીડિયો ટ્વીટ કર્યો, નરેન્દ્ર મોદીએ ટ્વીટને રીટ્વીટ કર્યું
  3. Iifa Awards 2023: આઈફામાં આ સ્ટાર ચમક્યા, જાણો એવોર્ડ્સ વિજેતાના નામ

ABOUT THE AUTHOR

...view details