ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Raksha Bandhan 2023: ભાઈ બહેનના સંબંધો પર બનેલી બોલિવુડની આ ફિલ્મ નિહાળો - રક્ષાબંધન પર બોલિવૂડ ફિલ્મો

ભાઈ બહેનનો લોકપ્રિય તહેવાર રક્ષાબંધ આવી રહી છે. આ તહેવાર નજીક આવતા જ બજારમાં ઠેર ઠેર રાખીઓ જોવા મળે છે, ત્યારે આ દિવસને વધુ રંગીન અને ખાસ બનાવવા માટે પરિવાર સાથે બોલિવુડની આ ફિલ્મો જોઈ શકો છો. આ ફિલ્મમાં ભાઈ બહેનના સંબંધો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

ભાઈ બહેનના સંબંધો પર બનેલી બોલિવુડની આ ફિલ્મ નિહાળો
ભાઈ બહેનના સંબંધો પર બનેલી બોલિવુડની આ ફિલ્મ નિહાળો

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2023, 1:34 PM IST

હૈદરાબાદ:ટુંક સમયમાં ભાઈ બેહેનનો લોકપ્રિય તહેવાર રક્ષાબંધન આવશે. ત્યારે આ તહેવારને વધુ રંગીન બનાવવા માટે બોલિવુડની કેટલી ફિલ્મ જોઈ શકો છો. કારણ કે, હિન્દી સિનેમામાં એવી ઘણી ફિલ્મો બની છે, જેમાં ભાઈ બહેનનો પ્રેમ અને એક બીજાને રક્ષા કરવાની ભાવના જોવા મળે છે. તો, ચાલો ભાઈ બહેનના સંબંધો પર બનેલી ફિલ્મો પર એક નજીર કરીએ.

રક્ષાબંધન: અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર અને સાદિયા ખતીબ સ્ટારર ફિલ્મ છે. આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત કોમેડી અને ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ તારીખ 11 ઓગસ્ટ 2022માં રક્ષાબંધન પર સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ભાઈ બહેનના પ્રેમ સંબંધો પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર 4 બહેનોના બાઈ તરીકેની ભૂમિકામાં જોવા મળે છે.

ક્રોધ: આ ફિલ્મ અશોક હોન્ડાના નિર્દેશનમાં બનલી ફિલ્મ વર્ષ 2000માં રિલીઝ થઈ હતી. સુનીલ શેટ્ટી અને રંભા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી પાસે 5 બહેનોની સંભાળ રાખવાની જવાબદારી હોય છે. આ જવાદબારી તે સ્નેહ અને ખંતથી નિભાવે છે. તેમની બહેનોના લગ્ન કરવાની જવાબદારી પણ તે નિભાવે છે. આ ફિલ્મમાં ગીતો પણ ખુબ સરસ છે, જે ભાઈ બહેનના પ્રેમને ઉજાગર કરે છે.

હમ સાથ સાથ હૈ:સૂરજ આર અને બરજાત્યાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં સલમાન ખાન, કરિશમા કપૂર, સૈફ અલી ખાન, તબુ, સોનાલી બેન્દ્રે સામેલ અને નિલમ સામેલ છે. એક પરિવારમાં 3 ભાઈઓની લાડલી બહેનની ભૂમિકમાં નિલમ જોવા મળે છે. ફિલ્મમાં બહેનની મુશ્કેલીના સમયે ભાઈઓ તેમની સાથે ઉભા રહે છે અને મુશ્કેલીમાંથી બહાર લાવે છે.

જોશ: મન્સૂર ખાનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન ચંદ્રચુર સિંહ અને શરદ કપૂર મુખ્યા ભૂમિકામાં જોવા મળે છે. શાહરુખ ખાન અને એશ્વર્યા રાયે આ ફિલ્મમાં સગા ભાઈ બહેનની ભૂમિકા ભજવી છે.

જબ પ્યાર કિયા તો ડરના ક્યા: સુલે ખાનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ વર્ષ 1998માં રિલીઝ કરવામાં આવી હતી. સલમાન ખાન અને કાજોલના પ્રેમ પર બનેલી આ ફિલ્મ છે. આ ફિલ્મમાં અરબાઝ ખાન કાજોલના ભાઈ બને છે અને તે તેમના બહેનની ખુબ જ ચિંતા કરે છે.

ફિઝા ફિલ્મ: ખાલિદ મોહમ્મદના નિર્દેશનમાં બનેલી ફિલ્મ વર્ષ 2000માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કરિશ્મા કપૂર, રિતિક રોશન અને જયા બચ્ચન સામેલ છે. આ ફિલ્મમાં રિતિક રોશન કરિશ્મા કપૂરના નાના ભાઈની ભૂમિકામાં જોવા મળે છે. સ્ટોરીમાં એક બહેનનો નાનો ભાઈ રમખાણ દરમિયાન ખોવાઈ જાય છે. તેમની બહેન શોધ માટે બહાર નિકળી પડે છે.

ઈકબાલ: નાગેશ કુકુનૂરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ છે. વર્ષ 2005માં રિલીઝ થયેલી ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, શ્રેયસ તલપડે, ગિરીશ કર્નાડ, પ્રતિક્ષા લોંકર, શ્વેતા બાસુ, યતિન કાર્યેકર સામેલ છે. આ ફિલ્મમાં ઈકબલની ભૂમિકામાં શ્રેયસ તલપડે અને ઈકબાલની બહેન ખાદીજાની ભૂમિકામાં શ્વેતા પ્રસાદ જોવા મળે છે. પોતાના મુંગા ભાઈની અવાજ બને છે શ્વેતા.

હરે રામા હરે કૃષ્ણ: આ ફિલ્મ દેવ આનંદ દ્વારા નિર્દેશિત છે, જેમાં દેવ આનંદ, ઝીનત અમાન અને મુમતાઝ જોવા મળે છે. વર્ષ 1971માં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. 'એક હજારો મેં મેરી બહના હૈ' આ ગીતને આજે પણ લોકો પસંદ કરે છે. આ ગીત 'હરે રામા હરે કૃષ્ણ'નું છે. આ ફિલ્મમાં પોતાની નાની બહેનને પાછી મેળવવા માટે પ્રયાસ કરતા એક ભાઈની સરસ સ્ટોરી છે.

બંધન: આ ફિલ્મ કે. મુરલી, મોહના રાવ અને રાજેશ મલિકના નિર્દેશનમાં બનેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં જેકી સ્રોફ, સલમાન ખાન, રંભા, અશ્વિની ભાવે, શક્તિ કપૂર અને મુકેશ ઋષિ સામેલ છે. આ ફિલ્મમાં પણ ભાઈ બહેનના પ્રેમના સંબંધો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

  1. 3 Ekka Box Office Collection: '3 એક્કા' ફિલ્મે બોક્સ ઓફિસ પર વગાડ્યો ડંકો, ત્રીજા દિવસની કમાણીમાં થયો વધારો
  2. Salman Khan Video: ડબિંગ સ્ટુડિયોની બહાર સ્પોટ થયા સલમાન ખાન, ચાહકે કહ્યું Radhe Is Back
  3. Salman Khan Video: ડબિંગ સ્ટુડિયોની બહાર સ્પોટ થયા સલમાન ખાન, ચાહકે કહ્યું Radhe Is Back

ABOUT THE AUTHOR

...view details