ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Kalki 2898 AD: એક મોટી ઈવેન્ટમાં અમિતાભ બચ્ચને આપી પ્રતિક્રિયા, કમલ હાસનની બોલતી બંધ - અમિતાભ બચ્ચને કમલ હાસન

પ્રભાસ અભિનીત આગામી ફિલ્મ 'કલ્કિ 2898 AD'ની સૈન ડિએગો કોમિક-કોનમાં ઈવેન્ટ યોજાઈ હતી. આ દરમિયાન અતિમાભ બચ્ચને સાઉથ સુપરસ્ટાર કમલ હાસનની બોલતી બંધ કરી દીધી હતી. આ વીડિયો ખુબ જ વયારલ થઈ રહ્યો છે, જુઓ અહિં.

એક મોટી ઈવેન્ટમાં અમિતાભ બચ્ચને આપી પ્રતિક્રિયા, કમલ હાસનની બોલતી બંધ
એક મોટી ઈવેન્ટમાં અમિતાભ બચ્ચને આપી પ્રતિક્રિયા, કમલ હાસનની બોલતી બંધ

By

Published : Jul 21, 2023, 3:40 PM IST

હૈદરાબાદ:અમિતાભ બચ્ચન, પ્રભાસ અને કમલ હાસન અભિનીત પૈન ઈન્ડિયા ફિલ્મ 'પ્રોજેક્ટ કે'નું નામ હવે 'કલ્કિ 2898 AD' રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ વૈશ્વિક સ્તરે તબાહી મચાવવા માટે આવી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન નાગ અશ્વિને કર્યું છે. આ 'કલ્કિ 2898 AD'માં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દિશા પટની સામેલ છે. કલ્કિ ભારતીય સિનેમાની એક પ્રથમ ફિલ્મ બની ગઈ છે કે, જેનું સૈન ડિએગોના કોમિક કોનમાં પ્રમોશન થઈ રહ્યું છે.

કમલ હાસનને રોક્યા: આ ઈવેન્ટમાંથી 'કલ્કિ 2898 AD'ની ટીમના ઘણા વીડિયો સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર 'પ્રોજેક્ટ કે'ની ટીમ ખુબ જ ટ્રેન્ડ કરી રહી છે. હવે આ ઈવેન્ટમાંથી એક રસપ્રદ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કમલ હાસન સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પર બે શબ્દ બોલી રહ્યા હતા. આ ઈવેન્ટમાં અમિતાભ બચ્ચન વીડિયો કોન્ફરન્સથી જોડાયેલા હતા. તેમણે કમલ હાસનને અધ્ધ વચ્ચે બોલતા રોકી દે છે.

અમિતાભે આપી પ્રિતિક્રિયા: કમલ હાસન આ વયારલ વીડિયોમાં એવું કહેતા જોવા મળે છે કે, 'અમે તેમની અનંંતકાળ સાથે ચાલવા અને જીવવા માટે સન્માનની લાગણીનો અનુભવ કરી રહ્યાં છિએ.' આ દરમિયાન અમિતાભ બચ્ચન રમૂજી રીતે કમલ હાસનને ટોકતા કહે છે કે, 'આટલું વિનમ્ર બનવાનું બંધ કરો કમલ હાસન, તમે અમારા બધાથી બહુ મોટા છો.'આ ઈવેન્ટમાં અમિતબ બચ્ચન, દીપિકા પાદુકોણ અને દિશા પટનીની સિવાય બીજા બધા હાજર રહ્યાં હતાં.

ફિલ્મની રિલીઝ ડેટ: ફિલ્મ 'કલ્કી 2898 AD' આગામી તારીખ 12 જાન્યુઆરી 2024ના રોજ દેશ અને દુનિયામાં સેનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ પહેલા ફિલ્મની આખી ટીમે અમેરિકાના સૈન ડિએગોમાં આયોજિત આ ઈવેન્ટમાં ફિલ્મનું પ્રમોશન કર્યું છે. આ સાથે ફિલ્મનું ટીઝર સાથે ફિલ્મનાં ટાઈટલનું પણ એલાન કર્યું છે. હવે ફરી એક વાર પ્રભાસ પોતાની આગામી ફિલ્મ સાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે આવી રહ્યાં છે.

  1. Project K: પ્રભાસે 'પ્રોજેક્ટ કે'માં પોતાની ભૂમિકા વિશે ખુલાસો કર્યો, જાણો ફિલ્મનું નવું ટાઈટલ
  2. Pm Modi Biopic : અમિતાભ બચ્ચન બનશે Pm મોદી, વડા પ્રધાન પર બની રહી છે બાયોપિક
  3. Manipur Violence: મણીપુરના વીડિયો મુદ્દે આ અભિનેત્રીઓએ મોરચો માડ્યો, કહ્યું માફી ન આપી શકાય

ABOUT THE AUTHOR

...view details