ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Ibrahim Ali Khan Video: શોર્ટ ડ્રેસમાં ઈબ્રાહિમ સાથે સ્પોટ થઈ પલક તિવારી, વીડિયો વાયરલ - ibrahim ali khan and palak tiwari

બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ઈબ્રાહિમ અને શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી જોવા મળી હતી. પલક તિવારી શોર્ટ ડ્રેસમાં હોટ લાગી રહી હતી. ઈબ્રાહિમ અને પલક તિવારીનો વીડિયો જોઈ યુઝર્સો કોમેન્ટ કરી રહ્યાં છે.

શોર્ટ ડ્રેસમાં ઈબ્રાહિમ સાથે સ્પોટ થઈ પલક તિવારી, વીડિયો વાયરલ
શોર્ટ ડ્રેસમાં ઈબ્રાહિમ સાથે સ્પોટ થઈ પલક તિવારી, વીડિયો વાયરલ

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2023, 10:39 AM IST

મુંબઈ:બોલીવુડ અભિનેતા સૈફ આલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન સાથે પલક તિવારી ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં પૈપ્સ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પોટ થતાં જ આ કપલ હેડલાઈન્સમાં આવ્યું છે. ચાલું વર્ષે આ જોડીને લઈને ચર્ચાનું બજાર ત્યારે ગરમાયું હતું, જ્યારે એક રેસ્ટોરન્ટમાં સ્પોટ થાયં હતાં. ત્યારથી પલક અને ઈબ્રાહિમ ઘણી બી-ટાઉન પાર્ટિઓમાં સાથે જોવા મળ્યા હતા. હવે ફરી એક વાર તેઓ લાઈમલાઈટમાં આવ્યાં છે.

ઈબ્રાહિમ-પલક તિવારી સ્પોટ થયા: ઈબ્રાહિમ અને પલકને મુંબઈમાં એક મૂવી નાઈટ અને ડિનર ડેટ પર સ્પોટ કર્યા હતા. આ વખતે પલક તિવારી શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. પલકે ઓફ શોલ્ડર મિની ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે હોટ લાગી રહી હતી. જ્યારે ઈબ્રાહિમ અલી ખાન ડેનિમ, ટી-શર્ટ અને બિયર્ડ લુકમાં જોવા મળ્યો હતો. પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી અને બોલિવુડના સ્ટાર સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ ખાને હજુ સુધી તેમના સંબંધો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. સોશિયલ મીડિયા પર વીડિયો આવતા જ યુઝર્સોએ પલક તિવારીના દેખાવને લઈને કોમેન્ટ કરી હતી. તેમના અટિટ્યૂટ અને ડ્રેસ જોઈ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યાંં છે.

ઈબ્રાહિમ-પલક ડેટિંગ: ચાલુ વર્ષ દરમિયાન એપ્રિલ મહીનામાં પલક તિવારીએ કહ્યું હતું કે, તે ઈબ્રાહિમને ડેટ નથી કરી રહી, પરંતુ હવે ફરી એક વાર ઈબ્રાહિમની સાથે સ્પોટ થવા પર યુઝર્સે તેમના નિવેદનને જુઠુ સાબિત કર્યું છે. પલકના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેમણે સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં બોલિવુડ ડેબ્યું કર્યું હતું. સલમાન ખાન અને પુજા હેગડે અભિનીત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે.

  1. Ananya Panday video: આદિત્ય રોય કપૂર-અનન્યા પાંડે ફરી એક વાર થયા સ્પોટ, વીડિયો આવ્યો સામે
  2. Chandrayan 3: Isroની અગ્રણી મહિલા વૈજ્ઞાનિકો 'સાદું જીવન', 'ઉચ્ચ વિચ્ચાર'નું પ્રતિક છે કંગના રનૌત
  3. Gadar 2: 'ગદર 2'ને પાકિસ્તાન વિરોધી કહી, સની દેઓલે આપી પ્રતિક્રિયા

ABOUT THE AUTHOR

...view details