ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Mouni Roy: મૌની રોય એરપોર્ટ પર પાસપોર્ટ શોધી રહી હતી, ચાહકે કહ્યું- 'નાગીન હો કીસકા ડર' - mouni roy latest news

'નાગિન' તરીકે ખ્યાતી મેળવનાર સુંદર અભિનેત્રી મૌની રોય મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. મૌની બ્લુ કો-ઓર્ડ સેટમાં સુંદર દેખાઈ રહી છે. મૌની એરપોર્ટ પર રાહ જોતી અને પાસપોર્ટ શોધતી જોવા મળી હતી. મૌની રોયનો આ લટેસ્ટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

મૌની રોય એરપોર્ટ પર પાસપોર્ટ શોધી રહી હતી, ચાહકે કહ્યું- 'નાગીન હો કીસકા ડર'
મૌની રોય એરપોર્ટ પર પાસપોર્ટ શોધી રહી હતી, ચાહકે કહ્યું- 'નાગીન હો કીસકા ડર'

By

Published : Jul 12, 2023, 12:25 PM IST

હૈદરાબાદ: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની સુંદરતાની ઝલક બતાવનાર મૌની રોય ચર્ચામાં આવી છે. મૌની રોય હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર બ્લુ કો-ઓર્ડ સેટમાં જોવા મળી હીતી. તે પોતાના એરપોર્ટના પ્રવેસ દ્વાર પાસે રાહ જોઈ રહી હતી અને પોતાનો પાસપોર્ટ શોધી રહી હતી. મૌની રોય પોતાની ફેશન અને સુદંર દેખાવના કારણે દર્શકોને આકર્ષિક કરવામાં ક્યારેય નિષ્ફળ નથી જતી. મૌની રોય જાણે છે કે, દર્શકોને શું પસંદ છે.

અભિનેત્રી એરપોર્ટ લુક:અભિનેત્રી મૌની રોયનો વીડિયો પાપારાઝીના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં મૌની રોય એરપોર્ટની બહાર જોવા મળી રહી છે. અભિનેત્રીના લુકની વાત કરીએ તો, તે વ્હાઈટ સ્નિકર્સ સાથે જોડાયેલી આરામદાયક અને કેઝ્યુઅલ બ્લુ કો-ઓર્ડ સેટમાં સુંદર અને અદભૂત દેખાઈ રહી છે. તેમણે બ્લેક ચશ્મા પહેર્યા હતા, જે તેમની શોભામાં વધારો કરી રહ્યાં હતાં. મૌની ખુલ્લા વાળમાં બ્યુટિફુલ લાગી રહી હતી.

ચાહકોએ આપી પ્રતિક્રિયા: મૌનીના લેટેસ્ટ લુકને જોઈ ચાહકો ચાહકો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી રહ્યાં છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે, 'તેણી મોડી રાતથી સવારનું શેસન કર્યું હતું. તે ઉતાવળમાં ભૂલી ગઈ હંશે.' 'નાગીન'ના ચાહક એવા એક યુઝરે લખ્યું છે કે, 'તમે તો નાગીન છો શેનો ભય છે.' મૌની રોયની સુંદરતાને ચાહકો ખુબ જ પસંદ કરે છે. મૈની રોયની ફેશન અને તેમની અદા પર ચાહકો દિવાના છે.

અભિનેત્રીનો આગામી પ્રોજેક્ટ: મૌનીએ 'ક્યુંકી સાંસ ભી કભી બહુ થી' સિરિયલથી અભિનયની શરુઆત કરી હતી. અભિનેત્રી આગામી ક્રાઈમ મિસ્ટ્રી થ્રિલર 'પેન્ટહાઉસ'માં જોવા મળશે. આ ફિલ્મમાં બોબી દેઓલ અને અર્જુન રામપાલ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. મૌની રોયના ઈન્સ્ટાગ્રામ પર 27.4 મીલિયન ફોલોઅર્સ છે. મૌનીની કોઈ પણ તસવીર અથવા વીડિયો શેર થતાં જ ચાહકો પ્રેમનો વરસાદ શરુ કરી દે છે.

  1. Stree Sequel: રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટારર 'સ્ત્રી' સિક્વલનું શૂટિંગ મંગળવારે શરુ થયું
  2. Vinay Pathak Birthday: ફિલ્મ નિર્માતા વિનય પાઠકનો જન્મદિવસ, અહીં જાણો અભિનેતાની સુપરહિટ ફિલ્મ
  3. Box Office Collection: 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મની 13માં દિવસની કામાણીમાં વૃદ્ધિ, જાણો કેટલી કમાણી થઈ ?

ABOUT THE AUTHOR

...view details