ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Indian Dance: આ ડાન્સ ગ્રૂપ પહોંચ્યું 'અમેરિકા ગૉટ ટેલેન્ટ', 'પુષ્પા' ગીત પર ડાન્સ જોઈને નિર્ણાયકો પામ્યા અચજર - અમેરિકા ગૉટ ટેલેન્ટ

હરિયાણાના એક નાના ગામડાના આ ભારતીય ડાન્સ ગ્રૂપે 'અમેરિકા ગૉટ ટેલેન્ટ 'માં ભાગ લીધો હતો. તેમનું પરફોર્મન્સ જોઈને વિદેશી ન્યાયાધીશોને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ડાન્સ ગ્રૂપે સ્ટેજ પર ધૂમ મચાવી છે, જે વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તમે પણ જુઓ વિડિયો.

આ ડાન્સ ગ્રૂપ પહોંચ્યું 'અમેરિકા ગૉટ ટેલેન્ટ', 'પુષ્પા' ગીત પર ડાન્સ જોઈને નિર્ણાયકો પામ્યા અચજર
આ ડાન્સ ગ્રૂપ પહોંચ્યું 'અમેરિકા ગૉટ ટેલેન્ટ', 'પુષ્પા' ગીત પર ડાન્સ જોઈને નિર્ણાયકો પામ્યા અચજર

By

Published : Jun 28, 2023, 5:37 PM IST

હૈદરાબાદ: ભારતીય ડાન્સ ગ્રુપ વોરિયર સ્ક્વોડ તાજેતરમાં 'અમેરિકા ગૉટ ટેલેન્ટ 'માં ઓડિશન આપતા જોવા મળ્યા હતા. હરિયાણાના સાયબર સિટી ગુરુગ્રામના એક નાનકડા ગામમાંથી અમેરિકા પહોંચેલા આ ડાન્સ ગ્રૂપનું પર્ફોર્મન્સ જોઈને બધા જજ આશ્ચર્યચકિત થઈ ગયા. આ ડાન્સ ગ્રુપના પરફોર્મન્સને આખા હોલમાં બિરદાવ્યો અને બધા જજે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. વોરિયર સ્ક્વોડે સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની હિટ ફિલ્મ પુષ્પાના ગીત 'એ બિડ્ડા' પર ખતરનાક પરફોર્મન્સ આપ્યું હતું.

ડાન્સ ગ્રૂપનું પ્રદર્શન: હવે આ ગ્રુપનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાલો જાણીએ કે, આ ગ્રૂપને આગળ વધવાની તક મળી કે નહીં. આ શોના તમામ નિર્ણાયકો હેઈડી ક્લુમ, સોફિયા વેર્ગારા અને સિમોન કોવેલ જ્યારે આ ભારતીય ડાન્સ ગ્રૂપનું પ્રદર્શન જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. સોફિયાએ તેમના વખાણ કર્યા અને કહ્યું, 'તમે બધાએ ખૂબ સરસ કામ કર્યું, તમે લોકો દરેક પગલું ખૂબ જ કાળજીપૂર્વક કરી રહ્યા હતા, તે ખરેખર મજાની હતી'.

નિર્ણાયકોએ કર્યા વખાણ: હેઈદીએ કહ્યું કે, 'તમે લોકો અજોડ છો, તે કેટલું અદ્ભુત કાર્ય હતું. ચાલો હું તમને જણાવું કે, આ જૂથ માટેના તમામ ન્યાયાધીશો તરફથી હા.' અંતે સિમોને કહ્યું કે, 'તે આ પ્રદર્શનમાં ખોવાઈ ગયો હતો. મને લાગ્યું કે એક મશીન કામ કરી રહ્યું છે. તમારા પ્રદર્શનનો દરેક ભાગ એક સાથે ચાલી રહ્યો છે. તે ખરેખર અવિશ્વસનીય છે અને તમે લોકો ખરેખર ખૂબ બહાદુર છો.'

અમેરિકા ગૉટ ટેલેન્ટ: આ ગ્રુપના સૌથી જૂના સભ્યએ જણાવ્યું કે, તે હરિયાણાના સાયબર સિટી ગુરુગ્રામના એક નાના ગામના છે અને તેને એક NGOની મદદથી અહીં પરફોર્મ કરવાની તક મળી. અમેરિકા ગૉટ ટેલેન્ટની આ 18મી સીઝન છે. તેની પ્રથમ સિઝન વર્ષ 2006માં પ્રસારિત થઈ હતી.

  1. Ghajini Fame Asin: 'ગજની' ફેમ એક્ટ્રેસ આસીને તલાક બાબતે મૌન તોડ્યું, ઈન્સ્ટોરી પર સ્પષ્ટતા કરી
  2. Kangana Ranaut: કંગના રનૌતે સંદીપ સિંહ સાથે મેગ્નમ ઓપસ ફિલ્મ માટે હાથ મિલાવ્યા, ટૂંક સયમમાં થશે જાહેરાત
  3. Gujarati Film Award: હેલ્લારો ફેમ શ્રદ્ધા ડાંગર ગાયક મૌલિક નાયકે ગુજરાતી ફિલ્મ એવોર્ડ માટે આભાર વ્યક્ત કર્યો

ABOUT THE AUTHOR

...view details