હૈદરાબાદ:આજે તારીખ 30 ઓગસ્ટના રોજ રક્ષાબંધનની ઉજવણી ખુબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહી છે. ભાઈ અને બહેનનો સૌથી મોટો તહેવાર એટલે રક્ષાબંધન. આ અવસરે બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ બહેનને ભેટ અર્પણ કરે છે. ભાઈ બહેનના અતૂટ સ્નેહની અભિવ્યક્તિના પવિત્ર પર્વ એટલે રક્ષાબંધન. આ તહેવાર પર ભાઈ બહેન વચ્ચે અતૂટ આત્મવિશ્વાસ અને સ્નેહની પ્રતિતિ કરાવતા ફિલ્મી ગીતો પર એક નજર કરીએ.
1. ધાગો સે બાંધા: 'રક્ષાબંધન' ફિલ્મનું આ ગીત છે, જેમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત ભૂમિ પેડનેકર અને સાદિયા ખતીબ મુખ્ય ભૂમિકામાં છે. આનંદ એલ રાય નિર્દેશિત ફિલ્મ 'રક્ષાબંધન'નું આ શાનદાર સોન્ગ છે, જે ભાઈ બહેનના અતૂટ સંબંધની પ્રતિતિ કરાવે છે. આ ગીત અરિજીત સિંગ અને શ્રેયા ઘોસાલે ગાયું છે અને કોરિયોગ્રાફર વિજય ગાંગુલી છે.
2. મમતા ભરે દીન:આ ક્રોધ ફિલ્મનું ગીત છે. આ સોન્ગમાં બાળકોના જીવનમાં માતાનું મહત્ત્વ અને બહેનના જીવનમાં ભાઈનું મહત્ત્વ સમજાવે છે. ગીતકાર દિપક ચૌધરી છે અને રુપ કુમાર રાઠોડ અને સાધના સરગમ દ્વારા ગાવામાં આવ્યું છે. મ્યુઝિક ડાયરેક્ટર આનંદ-મિલિન્દ છે. આ ફિલ્મમાં સુનિલ સેટ્ટી મુખ્ય ભૂમિકામાં છે. બહેનોની સંભાળ લેતા ભાઈની ભૂમિકામાં જોવા મળે છે.
3. ફુલો કા તારો કા સબકા કેહના હૈ: 'હરે રામા હરે કૃષ્ણ' ફિલ્મનું આ ગીતને ન સાંભળ્યું હોય એવું કોઈ ભાગ્યે જ હંશે. આ ગીતનેે કિશોર કુમારે સ્વર આપ્યો છે. જ્યારે પણ ભાઈ બહેનના પ્રેમ સંબંધોની વાત આવે ત્યારે સૌથી પહેલા આ ગીત યાદ આવે તે સ્વભાવિક છે. કારણ કે, આ ગીત ખુબ જ લોકપ્રિય છે. આ વીડિયો ગીતમાં દેવાનંદની શાનદાર એક્ટિંગ જોવા મળે છે.
4. બેહના ને ભાઈ કી કલાઈ સે: આ ગીતના સિન્ગર સુમન કલ્યાણપુર અને મ્યુઝિક શંકર જયકિશન દ્વારા નિર્મિત છે. વર્ષ 1974માં રિલીઝ થયેલી ફિલ્મ 'રેશમ કી દોરી' ફિલ્મનું ગીત છે. આ ગીતમાં પીઢ કલાકાર ધર્મેન્દ્ર જોવા મળે છે. 'રક્ષાબંધન'ના તહેવરની ઉજવણીની યાદ આપાવતું શાનદાર સોન્ગ છે. આત્મા રામા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'રેશમ કી દોરી'માં ધર્મેન્દ્ર, સાયરા બાનું અને કુમુદ ચુગાની મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં એક મોટો ભાઈ નાની બહેનની કાળજી લેતો જોવા મળે છે. બહેનને જાતીય હુમલાથી બચાવવાનો પ્રયાસ કરે છે.
5. હમ બેહનો કે લીયે: 'અંજાના' ફિલ્મનું આ ખુબ જ લોકપ્રિય ગીત છે. ફિલ્મમાં રાજેન્દ્ર કુમાર અને નઝીમાએ શાનદાર ભૂમિકા ભજવી છે. આ ગીતમાં રક્ષાબંધન તહેવારની ઉજવણી જોવા મળે છે. વીડિયો ગીતમાં ઠેર ઠેર રક્ષાબંધનની ઉજવણી ચાલી રહી છે. આ ગીત લતા મંગેશકરે ગાયું છે અને ગીતકાર આનંદ બક્ષી છે. જ્યારે મ્યુઝીક ડાયરેક્ટર લક્ષ્મીકાંત પ્યારેલાલ છે.
- Not Ramaiya Vastavaiya Song Out: 'જવાન'નુ ત્રીજું ગીત રિલીઝ, જુઓ નયનતારા સાથે ડાન્સ કરતો કિંગ ખાન
- Yaariyan 2 Song Controversy: શીખ સમિતિએ નિર્માતાઓ પર ધાર્મિક લાગાણીને ઠેસ પહોંચાડવાનો લગાવ્યો આરોપ
- Gadar 2 Raksha Bandhan: 'ગદર 2'ના નિર્માતાઓએ રક્ષાબંધન પર કરી મોટી ઓફર, જાણો છેલ્લી તારીખ