મુંબઈ: બોલિવુડ અભિનેતા આયુષ્માન ખુરાના ફરી એકવાર તેમની ફિલ્મ 'ડ્રીમ ગર્લ'ના બીજા ભાગમાં પૂજા તરીકે બધાના દિલ જીતવા માટે આવી રહ્યાં છે. ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'ની રિલીઝમાં વધુ સમય બાકી નથી. ફિલ્મની રિલીઝ પહેલા, આયુષ્માન ખુરાનાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હિન્દી સિનેમાની વાસ્તવિક ડ્રીમ ગર્લ હેમા માલિની સાથેનો તેમનો સુંદર ડાન્સ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં આયુષ્માન ખુરાના પીઢ અભિનેત્રીના આઈકોનિંગ ગીત 'ડ્રીમ ગર્લ' પર સુંદર ડાન્સ કરતા જોવા મળે છે.
Dream Girl: આયુષ્માન ખુરાનાએ હેમા માલિની સાથે 'ડ્રીમ ગર્લ' સોન્ગ પર કર્યો અદભૂત ડાન્સ, ચાહકે કહ્યું- 'શાનદાર' - ડ્રીમ ગર્લ
ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'ની રિલીઝ પહેલા આયુષ્માન ખુરાનાએ હિન્દી સિનેમાની વાસ્તવિક ડ્રીમ ગર્લ હેમા માલિની સાથે 'ડ્રીમ ગર્લ' ગીત પર જોરદાર ડાન્સ કર્યો હતો. આ ડાન્સ વીડિયો જોઈ ચાહકો ખુબ પ્રભાવિત થયા હતા અને કોમેન્ટ બોક્સમાં જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
ડ્રીમ ગર્લ ગીત પર ડાન્સ: આયુષ્માન ખુરાનાએ ગઈકાલે રાત્રે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. આ અદભૂત વીડિયો શેર કરીને આયુષ્માન ખુરાનાએ લખ્યું છે કે, ''આ અદભૂત ક્ષણ માટે ડ્રીમ ગર્લ હેમા માલિનીજીનો આભાર, પ્રેરણા આપવા બદલ આભાર.'' આ વીડિયોમાં હેમા માલિની ગુલાબી સાડીમાં જોવા મળી રહી છે. આયુષ્માન ખુરાનાએ બ્લેક કાર્ગો પર વ્હાઈટ ટી-શર્ટ પર પ્રિન્ટ જેકેટ પહેર્યું છે.
ચાહકોની પ્રતિક્રિયા: હેમા માલિની અને આયુષ્માન ખુરાના આ સુંદર અને અદભૂત વીડિયો પર ફેન્સની કોમેન્ટ્સ આવી રહી છે. એક ચાહકે લખ્યું છે કે, ''શાનદાર.'' અન્યએ લખ્યું છે કે, ''વિચિત્ર.'' જ્યારે ત્રીજાએ લખ્યું છે કે, ''આયુષ્માન પાજી દરેક અભિનેત્રીને શૂટ કરે છે.'' રાજ શાંડિલ્ય દ્વારા નિર્દેશિત આ ફિલ્મ તારીખ 25 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની સાથે રાજપાલ યાદવ, વિજય રાજ, અન્નુ કપૂર, મનોજ જોશી, અસરાની અને પરેશ રાવલ પણ કોમેડી દ્વારા દર્શકોના દિલ જીતી લેશે.
- Saif Devara Look: 'rrr'ના આ અભિનેતાએ સૈફ અલી ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, ફિલ્મ 'દેવરા'માંથી ફર્સ્ટ લુક કર્યો શેર
- Jacqueline Fernandez Case: અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને પૂર્વ પરવાનગી વિના વિદેશ પ્રવાસ કરવાની મંજૂરી મળી
- Ghoomer Screening: 'ઘૂમર'ની સ્ક્રીનિંગમાં જોવા મળ્યા સ્ટાર ક્રિકેટર્સ, વિરેન્દ્ર સેહવાગે કર્યા વખાણ