હૈદરાબાદ:પીઢ અભિનેત્રી વહીદા રેહમાનને વર્તમાન વર્ષ 2023 માટે દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે. માહિતી અને પ્રસારણના પ્રધાન અનુરાગ ઠાકુરે હિન્દી સિનેમામાં તેમના યોગદાન માટે અભિનેત્રીના નામની જાહેરાત કરી હતી. તેમણે X(ટ્વિટર) હેન્ડલ પર આ સંબંધમાં એક પોસ્ટ શેર કરી હતી. વહીદા રેહમાન આજે 85 વર્ષની થઈ રહી છે. વહીદાએ વર્ષ 1962માં ફિલ્મ 'સાહિબ બીવી' અને 'ગુલામ'થી ફિલ્મ ઉદ્યોગમાં કારકિર્દીની શરુઆત કરી હતી.
Waheeda Rehman : પીઢ અભિનેત્રી વહીદા રેહમાનની દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ માટે પસંદગી
પીઢ હિન્દી સિનેમા અભિનેત્રી વહીદા રેહમાનને આ વર્ષ માટે દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. અભિનેત્રીના નામ પર મહોર મારી દેવામાં આવી છે. આ સાથે જ આજે 'ગાઈડ' ફિલ્મમાં સહ અભિનેતા તરીકેની ભૂમિકા ભજવનાર દેવ આનંદની જન્મજયંતિ છે.
Published : Sep 26, 2023, 2:53 PM IST
અભિનેત્રીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે: વર્ષ 1965માં દિવંગત સુપરસ્ટાર દેવ આનંદ સ્ટારર ફિલ્મ 'ગાઈડ'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મથી વહીદા રાતોરાત સ્ટાર બની ગઈ હતી. દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ માટે વહીદાના નામની જાહેરાત તારીખ 26મી સપ્ટેમ્બરના રોજ સહ અભિનેતા દેવ આનંદની 100મી જન્મજયંતિ પર કરવામાં આવી છે. ફિલ્મ 'ગાઈડ' પછી વહીદાએ વર્ષ 1966માં 'તીસરી કસમ', 1967માં 'શ્યામ', 1968માં 'નીલ કમલ', 1970માં 'ખામોશી', 1971માં 'રેશ્મા' અને 'શેરા', 1976માં 'કભી કભી', 1982માં 'નમકીન' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત 1989માં 'ચાંદની' અને 1991માં ફિલ્મ 'લમ્હેં'માં કામ કર્યું હતું.
વહીદા રેહમાનની શાનદાર ફિલ્મ:વહીદા રેહમાને વર્ષ 2009માં રિલીઝ થયેલી અભિષેક બચ્ચન અને સોનમ કપૂર સ્ટારર ફિલ્મ 'દિલ્હી 6'માં કામ કર્યું હતું. આ સિવાય વર્ષ 2006માં વહીદા આમિર ખાન સ્ટારર હિટ ફિલ્મ 'રંગ દે બસંતી'માં પણ જોવા મળી હતી. વહીદા રેહમાને વર્ષ 1974માં એક્ટર કમલજીત સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 26 વર્ષ પછી તારીખ 21 નવેમ્બર 2000ના રોજ કમલજીતનું અવસાન થયું હતું. આ લગ્નથી વહીદાને સોહેલ અને કાશ્વી રેખી નામના બે બાળકો છે.