નવી દિલ્હીઃ એક્ટિંગની દુનિયામાંથી એક પછી એક ખરાબ સમાચાર સાંભળવા મળી રહ્યા છે. ગયા શુક્રવારે પ્રખ્યાત ટીવી એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીને જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો અને 45 મિનિટની સારવાર બાદ તેમનું અવસાન (Siddhant Veer Suryavamshi death) થયું હતું. આ પછી અભિનેત્રી રોઝલિન ખાનના કેન્સરના સમાચાર સાંભળીને ચાહકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હવે હોલીવુડ કોરિડોરમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. 'બેટમેન' જેવી ફિલ્મોમાં પોતાના અવાજનો જાદુ ફેલાવનારવોઈસઓવર આર્ટિસ્ટ કેવિન કોનરોયનું નિધન (Kevin Conroy passes away ) થયું છે. તેઓ 66 વર્ષના હતા અને કેન્સર સામે લડી રહ્યા હતા. આ માહિતી બેટમેનઃ ધ એનિમેટેડ સિરીઝમાં કામ કરનાર કો-સ્ટાર ડિયાન પરશિંગે આપી છે.
કેવિન કોનરોયનું નિધન: વોર્નર બ્રધર્સ એનિમેશને આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે. વોર્નર બ્રધર્સ એનિમેશન અનુસાર, લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહેલા કેવિન કોનરોયનું નિધન થયું છે. તમને જણાવી દઈએ કે કેવિન કોનરોયે એનિમેટેડ સિરીઝમાં બેટમેનના પાત્રને પોતાનો સુંદર અવાજ આપ્યો હતો.