મુંબઈ: ફિલ્મ નિર્માતા અગ્નિહોત્રી આ દિવસોમાં 'ધ કાશ્મિર ફાઈલ્સ' પછી આગામી ફિલ્મ 'ધ કાશ્મિર અનરિપોર્ટેડ'ને લઈને ચર્ચામાં છે. તારીખ 19 જુલાઈએ અગ્નિહોત્રીએ લેટેસ્ટ ફિલ્મ 'ધ કાશ્મિર અનરિપોર્ટેડ'ની જાહેરાત કરી હતી. આ જાહેરાતની સાથે તેમણે વીડિયોની એક ઝલક પણ શેર કરી હતી. આ ફિલ્મ 'ધ કાશ્મિર ફાઈલ્સ'ને અનુસરે છે. 'ધ કાશ્મિર ફાઈલ્સ ફિલ્મ'ની સફળતા અને નવી ફિલ્મની જાહેરાત વચ્ચે મણીપુરમાં બનેલી ઘટનાને લઈ એક ટ્વિટર યુઝરે રિક્વેસ્ટ કરી હતી કે, હવે 'ધ મણિપુર ફાઈલ્સ' બનાવો. હવે આ અંગે અગ્નિહોત્રીએ રિપ્લાય આપ્યો છે.
અગ્નિહોત્રીનએ કર્યુ ટ્વિટ: જ્યારે વિવેકે કાશ્મિરી પંડીતોની હત્યા વિશે પોસ્ટ કરી હતી, ત્યારે ટ્વિટર યુઝરે 'ધ મણિપુર ફાઈલ્સ' પર ફિલ્મ બનાવવાની રિક્વેસ્ટ હતી. 'ધ કાશ્મિર ફાઈલ્સ અનરિપોર્ટેડ'નો સંદર્ભ લઈને વિવેકે ટ્વિટ કર્યુ હતું કે, ''ધ કાશ્મિરી હિન્દુ નરસંહાર પર ભારતીય ન્યાયતંત્ર આંધળુ અને મૌન રહ્યું છે. આપણા બંધારણમાં વચન પ્રમાણે કાશ્મીરી હિન્દુઓના જીવનના અધિકારનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહ્યું છે.''
અગ્નિહોત્રી આપ્યો રિપ્લાય: પોસ્ટનો જવાબ આપતા એક ટ્વિટર યુઝરે કોમેન્ટ કરી કે, ''સમય ન બગાડો, જો મર્દ હોય તો જાઓ અને મણિપુર ફાઈલ્સ બનાવો.'' વિવેકે આ યુઝરનો જવાબ આપતા જણાવ્યું હતુ કે, ''મારા પર આટલો વિશ્વાસ કરવા બદલ આપનો આભાર. પરંતુ બધી ફિલ્મ મારાથી જ બનાવડાવશો કે યાર ? તમારી ટીમ ઈન્ડિયામાં કોઈ મેૈન ઈનફ ફિલ્મ મેકર નથી કે શું ?
મણિપુર હિંસા કેસ: હાલમાં જ મણિપુરમાં બે મહિલાઓની સાથે જાતીય સતામણીનો કેસ સામે આવ્યો છે. આ કેસનો એક જુનો વીડિયો વાયરલ થયો છે, જે હિંસા દરમિયાન આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ વીડિયોમાં રાજ્યામાં પુરુષોના એક સમુહે બે આદિવાસી મહિલાઓની નગ્ન અવસ્થામાં પરેડ કરી હતી. આ દરમિયાન તેમની સાથે છેડતી પણ કરવામાં આવી હતી. આ કેસને લઈને દેશભરમાં ટીકા થઈ રહી છે. ફિલ્મ ઉદ્યોગના કેટલાક કાલાકારોએ પણ આ ઘટનાની ટીકા કરી હતી.
- Vatsal And Ishita: ઈશિત્તા દત્તાને હસ્પિટલમાંથી મળી રજા, પિતા વત્સલ બાળકને ખોળામાં લઈને ખુશ દેખાયા
- Oppenheimer: ભયાનક યુદ્ધ પર બનેલી ફિલ્મ 'oppenheimer', જેના નિર્દેશક ક્રિસ્ટોફર નોલાન છે
- Gadar 2: સની પાજ્જીની ફિલ્મનું નવું પોસ્ટ રીલિઝ, દીકરાને બચાવવા દોટ મૂકી