ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

IPL Match 2023: સદી ફટકાર્યા બાદ વિરાટે પત્ની અનુષ્કાને કર્યો વીડિયો કોલ, વીડિયો વાયરલ - આઈપીએલ 2023માં વિરાટ કોહલીની સદી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો બેટ્સમેન વિરાટ કોહલીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સદી ફટકારી હતી. તે પછી તેની પત્ની અનુષ્કા સાથે વીડિયો કોલ પર વાત કરતા જોવા મળ્યા હતા. વિરાટ અને અનુષ્કાની વીડિયો કોલ પર વાત કરતા વીડિયો અને તસવીર ખુબજ ઝડપથી વાયરલ થઈ રહી છે.

સદી ફટકાર્યા બાદ વિરાટે પત્ની અનુષ્કાને કર્યો વીડિયો કોલ, વીડિયો વાયરલ
સદી ફટકાર્યા બાદ વિરાટે પત્ની અનુષ્કાને કર્યો વીડિયો કોલ, વીડિયો વાયરલ

By

Published : May 19, 2023, 12:13 PM IST

મુંબઈ:રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો સુપર બેટ્સમેન વિરાટ કોહલી ગુરુવારે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સદી ફટકારી હતી. ત્યાર બાદ તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે વીડિયો કોલ પર વાત કરતા જોવા મળ્યા હતા. વિરાટ અને અનુષ્કાના વીડિયો કોલ પર વાત કરતા ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર આવવા લાગી છે.

આઈપીએલ 2023માં વિરાટ કોહલીની સદી

અનુષ્કાએ કર્યા વખાણ: અનુષ્કાએ પણ પોતાના પતિની શાનદાર ઈનિંગ્સના વખાણ કર્યા હતા. તેણે તેની ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કોલાજની તસવીર શેર કરી હતી. તેને બોમ્બ ઈમોટિકન સાથે કેપ્શન આપ્યું હતું કે, 'તે બોમ્બ છે. શું ઇનિંગ્સ'. એક ટ્વિટર યુઝરે વિરાટ અને અનુષ્કાના વીડિયો કોલની તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું, 'વિરાટ કોહલી મેચ બાદ અનુષ્કા શર્મા સાથે વીડિયો કોલ પર. સૌથી સુંદર ક્ષણ.

આ પણ વાંચો:

  1. Mrunal Thakur Pics : કાન્સમાં મૃણાલ ઠાકુરની ગ્લેમરસ સ્ટાઈલ, જુઓ અભિનેત્રીની અદભૂત તસવીર
  2. Satyaprem Ki Katha Teaser: કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'નું ટિઝર રિલીઝ
  3. Pushpa 2: 'પુષ્પા 2' માં વેર લઈને પરત ફરશે ઈન્સ્પેક્ટર ભંવર સિંહ, ફહદ ફાસીલે ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું

વિરાટ કોહલીની સદી: મેચની વાત કરીએ તો વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસની 172 રનની આકર્ષક ભાગીદારીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે શાનદાર ઇનિંગ રમી અને પોતાની ટીમને જીત અપાવી હતી. ઉપરાંત કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સદી માટે ચાર વર્ષની લાંબી રાહનો અંત આણ્યો હતો. તે જાણીતું છે કે, IPL 2023માં કોહલીની આ પ્રથમ સદી હતી. તેણે લીગ ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર ભૂતપૂર્વ સાથી ખેલાડી ક્રિસ ગેલની બરાબરી કરી હતી. આ સ્ટાર બેટ્સમેને એપ્રિલ 2019 પછી તેની પ્રથમ IPL સદી ફટકારી છે.

અનુષ્કા શર્માનો વર્ક ફ્રન્ટ:અભિનેત્રી અનુષ્કા શર્માના વર્કફ્રન્ટની વાત કરીએ તો કર્ણેશ શર્માના પ્રોડક્શન 'ચકદા એક્સપ્રેસ'માં જોવા મળશે. આ ઉપરાંત અનુષ્કા શર્મા બાયોપિકમાં ભૂતપૂર્વ ભારતીય બોલર જુલન ગોસ્વામીની ભૂમિકામાં જોવા મળશે. અભિનેત્રી દિકરીના જન્મ પછી અભિનેત્રી મોટા પડદા પર કમબેક કરશે.

ABOUT THE AUTHOR

...view details