હૈદરાબાદઃસાઉથ સુપરસ્ટાર વિક્રમ આજે એટલે કે, તારીખ 17મી એપ્રિલે 57નો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. વિક્રમ ભારતીય સિનેમામાં 3 દાયકાથી વધુ સમયથી પોતાની ફિલ્મ દ્વારા દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. વિક્રમની હિટ લિસ્ટમાં ઘણી એવી ફિલ્મોનો સમાવેશ થાય છે, જે ફિલ્મે બોક્સ ઓફિસ પર તુફામ મચાવ્યું છે. વિક્રમ અને તેની હિટ ફિલ્મની ચર્ચા માત્ર સાઉથમાં જ નહીં પરંતુ હિન્દી દર્શકોમાં પણ થતી રહે છે. વિક્રમ છેલ્લે સાઉથના દિગ્ગજ દિગ્દર્શક મણિરત્નમની ફિલ્મ 'પોનીયિન સેલ્વન પાર્ટ 1'માં જોવા મળ્યા હતા અને તે 'પોનીયિન સેલ્વન પાર્ટ-2'થી ચર્ચામાં છે.
આ પણ વાંચો:Jacqueline Fernandez Photo: પર્પલ ટોપમાં જેકલીને જોરદાર પોઝ આપ્યા, ફીગર જોઈને ફીદા થઈ જશો
ટંગલાનનું ટીઝર રિલીઝ: 'પોનીયિન સેલ્વન પાર્ટ 2' તારીખ તારીખ 28 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. તે પહેલા 57માં જન્મદિવસ પર વિક્રમે તેની નવી ફિલ્મનું નામ 'Tanglan' જાહેર કરતા ટીઝર રિલીઝ કર્યું હતું. વિક્રમ સેતુ, સામી સ્ક્વેર, અપરિચિત અને આઈ જેવી મજબૂત ફિલ્મ માટે જાણીતા છે. ફિલ્મ 'Tanglan'ના ટીઝરમાં વિક્રમનો લુક ઘણો પાવરફુલ લાગે છે. લાંબા વાળ, હાથમાં લાઠી અને નેપી પહેરેલા વિક્રમે પોતાના અભિનયથી પોતાના લુકમાં પ્રાણ ફૂંક્યા છે.
આ પણ વાંચો:Pooja Hegde Pictures : અપ્સરા બનીને કેમેરા સામે આવી પૂજા હેગડે, સુંદરતા પર થંભી જશે આંખો
ફિલ્મનું શૂટિંગ શરું: વિક્રમની આ નવી ફિલ્મની જાહેરાત પહેલા જ શીર્ષક વિના કરવામાં આવી હતી. અભિનેતાની ફિલ્મનું નામ તેના જન્મદિવસ પર 'ટંગલાન' રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વિક્રમની સામે સાઉથની અભિનેત્રી માલવિકા મોહનન પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન પીએ રણજીત કરશે. આ ફિલ્મનું શૂટિંગ આજે એટલે કે તારીખ 17મી એપ્રિલે વિક્રમના જન્મદિવસ પર શરૂ થઈ ગયું છે. કે.ઇ. જ્ઞાનવેરેજા આ ફિલ્મના નિર્માતા છે. ફિલ્મમાં જીવી પ્રકાશનું સંગીત છે. આ એક પાન ઈન્ડિયા ફિલ્મ છે, જે તમિલ સિવાય હિન્દી, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે.