અમદાવાદ:ચાહકો ઘણા સમયથી વિક્રમ ઠાકોરનું નવું ગીત 'ભૂલી ગઈ દિલની રાણી'ની રાહ જોઈને બેઠા હતા, ત્યારે હવે આ રાહ પુરી થઈ છે. ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનાં સ્વરમાં ગવાયેલું ગીત 'ભૂલી ગઈ દિલની રાણી' રિલીઝ કરવામાં આવ્યું છે. નિર્માતાઓએ આજે સવારે જીગર સ્ટુડુયો યુટ્યૂબ ચેનલ પર 13 મિનિટ અને 59 સેકન્ડનું ગીત બહાર પાડ્યું છે.
વીડિયો સોન્ગની સ્ટોરી:તાજેતરમાં રિલીઝ કરવામાં આવેલા સોન્ગમાં વિક્રમ ઠાકોરને એક રક્ષક તરીકે બતાવવામાં આવ્યો છે. ગામમાં વર્ચસ્વ ધરાવતા એક આગેવાનની દિકરી ઈન્દુ(છાયા ઠાકોરન)ના લગ્નની તૈયરી થતી હોય છે. ઈન્દુને વિક્રણ ઠાકોર પ્રેમ કરતા હોય છે. ત્યારે કેટલાક લોકો જંગલમાં શિકાર કરવા આવે છે. વિક્રણ ઠાકોર આ શિકારીઓથી જંગલને અને જંગલના રાજા સિંહને બચાવે છે. ત્યાર બાદ વિક્રમ ઠાકોર ઈન્દુના ઘરે જાય છે, ત્યારે તેમની પ્રેમીકાના લગ્ન અન્ય કોઈ સાથે થઈ રહ્યાં છે એ સાંભળતા આઘાત લાગે છે. આ દરમિયાન કેટલાક લોકો લગ્નમાં આવી તોફાન મચાવે છે અને ઈન્દુને ઉપાડી જાય છે. ત્યાર બાદ શું થયું તે જાણવા માટે જુઓ વીડિયો સોન્ગ.
ચાહકોની પ્રતિક્રિયા: જીગર સ્ટુડિયો યુટ્યૂબ ચેનલ પર રિલીઝ કરવામાં આવેલું સોન્ગ સાંભળી દર્શકોએ કોમેન્ટ બોક્સમાં સારો પ્રતિસાદ આપ્યો છે. એક યુઝરે લખ્યું છે કે, ''જોરદાર સોન્ગ વિક્રમ ઠાકોર અને ગુણવંત ભાઈ ઠાકોર. મારા પસંદના હિરો વિક્રમ ભાઈ ઠાકોર.'' અન્ય યુઝરે લખ્યું છે કે, ''સરસ ગીત છે વિક્રમ ભાઈ ઠાકોર.'' બીજાએ લખ્યું છે કે, ''આજે શનિવાર છે હનુમાન દાદાનો વાર છે. આ સોન્ગ ખુબ જ ચાલે તેવી ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ.'' એક ચાહકે વખાણ કરતા લખ્યું છે કે, ''આવી ગયું સિંહનું સોન્ગ હવે આખું માર્કેટ હેંગ થઈ જશે.''
સ્ટાકકાસ્ટ: ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો, વિક્રણ ઠાકોર ઉપરાંત છાયા ઠાકોર, રાકેશ પુજારા, નિરવ બ્રમ્હભટ્ટ શાનદાર ભૂમિકામાં જોવા મળે છે. આ ઉપરાંત આ સંગીત સાથે સંકળાયેલા અન્ય કલાકારોમાં રાજન રાયકા, ધવલ મોતન, જીતુ પ્રજાપતિ, જીગર, મોન્ટુ પ્રજાપતિ અને ચિરાગ ઠાકોર સામેલ છે. કોરિયોગ્રાફર દિપક તુરી છે અને ફિલ્મ નિર્માતા અને નર્દેશક ગુણવંત ઠાકોર છે.
- 3 Ekka release: ગુજરાતી ફિલ્મ '3 એક્કા' થિયેટરોમાં રિલીઝ, એશા કંસારાએ પોસ્ટ કરી શેર
- Best Child Artist Award: 69 નેશનલ એવોર્ડમાં જામનગરના ભાવિન રબારીએ વગાડ્યો ડંકો, છેલ્લો શો મૂવીનો છે હીરો
- 69th National Film Awards: અલ્લુ અર્જુન બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતનાર તેલુગુ ફિલ્મ ઉદ્યોગના પ્રથમ એક્ટર બની ગયા