ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

સાઉથનો આ એક્ટર કાર્ડિયાક એટેકને કારણે હોસ્પિટલમાં દાખલ, જાણો શુ છે સ્થિતી - વિક્રમ અભિનેતાને હૃદયરોગના હુમલો

સુપરસ્ટાર તમિલ અભિનેતા વિક્રમ અભિનેતાને હૃદયરોગના હુમલાના કારણે ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ (vikram chiyaan hospitalised due to cardiac attack) કરવામાં આવ્યા છે.56 વર્ષીય અભિનેતા 8 જુલાઈના રોજ તેની આગામી પીરિયડ ફિલ્મ 'પોનીયિન સેલ્વન પાર્ટ 1' ના ટ્રેલર લોન્ચમાં હાજરી આપવાનો હતો.

સાઉથનો આ એક્ટર કાર્ડિયાક એટેકને કારણે હોસ્પિટલમાં દાખલ, જાણો શુ છે સ્થિતી
સાઉથનો આ એક્ટર કાર્ડિયાક એટેકને કારણે હોસ્પિટલમાં દાખલ, જાણો શુ છે સ્થિતી

By

Published : Jul 8, 2022, 4:59 PM IST

હૈદરાબાદઃ સુપરસ્ટાર તમિલ અભિનેતા વિક્રમ વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હૃદયરોગના હુમલાને (south actor vikram cardiac attack ) કારણે અભિનેતાને ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 56 વર્ષીય અભિનેતા 8 જુલાઈના રોજ તેની આગામી પીરિયડ ફિલ્મ 'પોનીયિન સેલ્વન પાર્ટ 1' ના ટ્રેલર લોન્ચમાં હાજરી આપવાનો હતો.

આ પણ વાંચો:'ધ ગોડફાધર' સ્ટાર જેમ્સ કાનનું 82 વર્ષની વયે થયું અવસાન

અભિનેતાનું નવું પોસ્ટર રિલીઝ: તાજેતરમાં, મણિરત્ન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'પોનીયિન સેલ્વન પાર્ટ 1' ના અભિનેતાનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. મેગ્નમ ઓપસ 'પોન્નિયન સેલવાન પાર્ટ-1'માં સાઉથ સુપરસ્ટાર વિક્રમ ઉપરાંત જયમ રવિ, કાર્તિ ત્રિશા, સરથ કુમાર, પ્રકાશ રાજ, શોભિતા ધુલીપાલા, વિક્રમ પ્રભુ અને ઐશ્વર્યા રાય બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે.

મણિરત્નમ ઘણા સમયથી આ ફિલ્મની તૈયારી કરી રહ્યા છે: આ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદ અને મધ્યપ્રદેશ સહિત દેશના અલગ-અલગ શહેરોમાં કરવામાં આવ્યું છે. મણિરત્નમ ઘણા સમયથી આ ફિલ્મની તૈયારી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ આ વર્ષે 30 સપ્ટેમ્બરે દુનિયાભરમાં રિલીઝ થશે.

આ પણ વાંચો:POCSO કેસમાં અભિનેતા શ્રીજીત રવિની કરાઇ ધરપકડ

તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કારો જીત્યા: વિક્રમને ચિયાન વિક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું સાચું નામ કેનેડી જોન વિક્ટર છે. તેણે ઘણી તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. વિક્રમે રાષ્ટ્રીય પુરસ્કાર સહિત સાત ફિલ્મફેર એવોર્ડ, તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કારો જીત્યા છે.

ABOUT THE AUTHOR

...view details