હૈદરાબાદ:થાલાપતિ વિજય અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ 'વરિસુ' (Vijay Rashmika starrer Varisu)ના નિર્માતાઓને નોટિસ જારી કરવામાં આવી છે. એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા (AWBI) એ આગામી તામિલ ફિલ્મ 'વરિસુ'ના નિર્માતાઓને ફરજિયાત પરવાનગી વિના 5 હાથીઓનો ઉપયોગ કરવા બદલ કારણ બતાવો નોટિસ જારી કરી (Varisu makers Notice issued) છે. ખાનગી ફરિયાદ પર કાર્યવાહી કરતા, AWBI એ હૈદરાબાદ સ્થિત વેંકટેશ્વર ક્રિએશનને બોર્ડના પ્રી શૂટિંગ માટે નોટિસ જારી કરી છે.
વિજય અને રશ્મિકા સ્ટારર વરિસુના નિર્માતાઓને નોટિસ જારી, જાણો પુરી બાબત - વિજય રશ્મિકા ફિલ્મ વરિસુ
થાલાપથી વિજય અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ વરિસુ (Vijay Rashmika starrer Varisu)ના નિર્માતાઓને નોટિસ જારી કરવામાં આવી (Varisu makers Notice issued) છે. પરવાનગી વિના હાથીઓનો ઉપયોગ કરવા બદલ નિર્માતાઓને નોટિસ આપવામાં આવી છે.
કાયદાનું ઉલંઘન: તમને જણાવી દઈએ કે, વિજય અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ 'વરિસુ'નું નિર્માણ દિલ રાજુ દ્વારા વેંકટેશ્વર ક્રિએશનના બેનર હેઠળ કરવામાં આવી રહ્યું છે. AWBI સેક્રેટરી SK દત્તાએ નોટિસ (તારીખ 23 નવેમ્બર)માં જણાવ્યું હતું કે, 'ફિલ્મ નિર્માતાએ પર્ફોર્મિંગ એનિમલ (રજીસ્ટ્રેશન) નિયમ, 2001નું ઉલ્લંઘન કર્યું છે. નિયમ હેઠળ જો પ્રાણીઓનું પ્રદર્શન અથવા તાલીમ આપવામાં આવે છે, તો દરેક વ્યક્તિએ બોર્ડમાં નોંધણી કરાવવી પડશે. નોટિસ અનુસાર બોર્ડને વેંકટેશ્વર ક્રિએશન્સ તરફથી પ્રી શૂટની અરજી મળી નથી. બોર્ડની પરવાનગી વિના પ્રાણીઓનું પ્રદર્શન એ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ 1960ની કલમ 26 હેઠળ ગુનો છે.
પરવાનગી લેવી ફરજિયાત:બોર્ડે વેંકટેશ્વર ક્રિએશન્સને 7 દિવસની અંદર ઉલ્લંઘનનો સંપૂર્ણ અને વ્યાપક ખુલાસો સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. જો તે નિષ્ફળ જશે તો બોર્ડ પ્રાણીઓના કલ્યાણ માટે યોગ્ય અને જરૂરી લાગશે તે કોઈપણ પગલાં લેશે. હાથીઓને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ના અનુસૂચિ 1 હેઠળ સંરક્ષિત કરવામાં આવે છે. આ ઉપરાંતે પર્ફોર્મિંગ એનિમલ્સ (નોંધણી) નિયમ 2001ના નિયમ 7(2) મુજબ ફિલ્મમાં પ્રદર્શન કરતા પ્રાણીઓનો ઉપયોગ કરવા માટે પૂર્વ પરવાનગી લેવી ફરજિયાત છે.