હૈદરાબાદ: સાઉથ ભારતીય ફિલ્મ ઉદ્યોગના ચાહકો માટે રોમાંચક સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. રોમેન્ટિક ડ્રામ 'કુશી' વિજય દેવરકોંડા અને સામન્થા રુથ પ્રભુ અભિનીત છે. આ ફિલ્મ તારીખ 1 સપ્ટેમ્બર 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. વિજયે સોશિયલ મીડિયા પર ફિલ્મના ટ્રેલરના રિલીઝ વિશે આનંદદાયક અપડેટ શેર કરી છે.
Kushi trailer: વિજય દેવરકોંડાએ કુશીના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરી, જુઓ પોસ્ટર - કુશીનુું પોસ્ટર શેર
વિજય દેવરકોંડા અને સામન્થા રુથ પ્રભૂ અભિનીત ફિલ્મ 'કુશી' રિલીઝ થવાની તૈયારીમાં છે. સપ્ટેમ્બરમાં ફિલ્મ રિલીઝ થાય તે પહેલા, વિજયે સોશિયલ મીડિયા પર 'કુશી'ના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરી છે. ફિલ્મની રિલીઝ ડેટની સાથે સામન્થા રુથ પ્રભુ સાથેની ઝલક દર્શાવતું એક પોસ્ટર પણ શેર કર્યુ છે.
કુશી ટ્રેલર રિલીઝ ડેટ: એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં વિજય દેવરકોંડાએ ખુલાસો કર્યો કે, 'કુશી'ના નિર્માતાઓએ ફિલ્મના ટ્રેલરના ભવ્ય લોન્ચિંગ માટે તારીખ 9 ઓગસ્ટ નક્કી કરી છે. ચાહકોમાં આ ટ્રેલર જોવા માટેની ઉત્સુક્તા ખુબ જ વધી ગઈ છે. ટ્રેલરના રિલીઝની ઘોષણા સાથે વિજયે ફિલ્મનું એક શાનદાર પોસ્ટર પણ શેર કર્યુ છે. પોસ્ટરમાં વિજય અને સામન્થા સુંદર ક્ષણનો આનંદ લઈ રહ્યાં છે. સામન્થા વિજયના ખોળામાં બેઠેલી જોવા મળે છે. જ્યારે વિજયનો હાથ સામન્થાના કમરની આસપાસ વીંટળાયેલો છે. ચાહકો સામન્થા અને વિજયની જોડીને મોટા પડદા પર જોવા માટે રાહ જોઈ રહ્યાં છે.
કુશીનું ટાઈટલ સોન્ગ: તાજેતરમાં નિર્માતાઓએ 'કુશી'નું ટાઈટલ ટ્રેક રિલીઝ કર્યુ છે. ફિલ્મના દિગ્દર્શક શિવ નિર્વાણ ગીતકાર બન્યા છે. જે હેશમ અબ્દુલ વહાબ દ્વારા રચિત છે તે ગીત ગાયુ છે. તારીખ 28 જુલાઈના રોજ રિલીઝ થયા પછી ગીતને યુ ટ્યૂબ પર 11 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. શિવ નિર્વાણ દ્વારા દિગ્દર્શિત અને માઈથ્રી મૂવી મેકર્સ દ્વારા નિર્મિત કુશી વિજય દેવરકોંડા માટે વધુ મહત્ત્વ ધરાવે છે. કારણ કે, તે 'લાઈગર પરાજય' પછી તેમની પ્રથમ રજૂઆત છે. વિજયની ફિલ્મ આંતર-ધાર્મિક પ્રેમ કથા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.