મુંબઈ:અભિનેતા વિજય દેવરાકોંડા તેમના આકર્ષક દેખાવ અને ઉત્તમ અભિનય કૌશલ્યને કારણે ચાહકોમાં લોકપ્રિય છે. તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના કામ માટે ખૂબ જ પ્રખ્યાત છે અને હેન્ડસમ હંકના નામથી ફેમસ છે. તારીખ 9 મેના રોજ અભિનેતા તેમનો 33મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમણે ફિલ્મ ઉદ્યોગને એક કરતા વધુ ફિલ્મ આપી છે. અભિનેતાના કેટલાક શ્રેષ્ઠ અભિનય પર એક નજર નાખો.
ગીતા ગોવિંદમ: વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદન્નાએ પરશુરામ દ્વારા નિર્દેશિત રોમ-કોમ ફિલ્મમાં અભિનય કર્યો હતો. વિજયે એક યુવાન પ્રોફેસરની ભૂમિકા ભજવી હતી. જે એક મહિલાના પ્રેમમાં પડે છે, જે વિચારે છે કે તે સંપૂર્ણ નથી. અભિનેતા તેની બગડેલી પ્રતિષ્ઠાને ઠીક કરવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મ મજેદાર હતી અને બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ ફિલ્મ વર્ષ 2018માં રિલીઝ થઈ હતી.
અર્જુન રેડ્ડી: સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત, અર્જુન રેડ્ડી દેશમુખની આસપાસ ફરે છે. જે એક યુવાન સર્જન છે જે મદ્યપાન અને ગુસ્સાની મુશ્કેલીઓ સામે લડે છે. જ્યારે તેને ખબર પડે છે કે, તેનો પ્રેમિકા કોઈ અન્ય સાથે લગ્ન કરી રહ્યી છે. તે પોતાની જાતને વિનાશના માર્ગ પર લઈ જાય છે. આ ફિલ્મ ઘણી હિટ રહી હતી અને તેને હિન્દીમાં 'કબીર સિંહ' નામથી રિમેક કરવામાં આવી હતી. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા શાહિદ કપૂર અને કિયારા અડવાણીએ ભજવી હતી.
- 1.The Kerala Story: 'ધ કેરલા સ્ટોરી'ના ક્રૂ મેમ્બરને મળી ધમકી, મુંબઈ પોલીસે સુરક્ષા પૂરી પાડી
- The Kerala Story: બંગાળમાં 'ધ કેરલા સ્ટોરી' જોઈ શકશે નહીં, ફિલ્મ પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય
- Bandaa trailer: રેપ પીડિતા માટે કોર્ટમાં લડતા મનોજ બાજપેયી, અહિં જુઓ ફિલ્મનું રસપ્રદ ટ્રેલર
ડિયર કૉમરેડ: આતેલુગુ ભાષાની રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ છે. જેનું દિગ્દર્શન ભરત કમ્મા દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં વિજય દેવેરાકોંડા, રશ્મિકા મંદન્ના અને શ્રુતિ રામચંદ્રન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં પણ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ હાલમાં OTT પ્લેટફોર્મ 'એમેઝોન પ્રાઈમ વીડિયો' પર સ્ટ્રીમ થઈ રહી છે.