હૈદરાબાદઃફિલ્મ 'લાઈગર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર એક્ટર વિજય દેવરકોંડાએ જીવન સાથે જોડાયેલો એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વિજય દેવરકોંડાએ જાહેરાત કરી છે કે, તે તેના તમામ અંગોનું દાન (Vijay Deverakonda organs) કરશે. વિજય કહે છે કે, તે ઈચ્છતો નથી કે, મૃત્યુ પછી શરીરનો કોઈ ભાગ નકામા થઈ (Actors organs) જાય. એટલા માટે તેમણે આ પ્રશંસનીય નિર્ણય લીધો છે. હવે વિજયના ફેન્સ તેના ફોલોઅર્સ બની ગયા છે અને તેમના નિર્ણયના વખાણ કરી રહ્યા છે.
અભિનેતાએ રજીસ્ટર કરાવ્યું:મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિજય દેવરકોંડાએ કહ્યું છે કે, 'શરીરના તમામ અંગોનું દાન કરવા માટે રજીસ્ટર કરાવ્યું છે. અંગદાન ખરેખર એક ખૂબ જ સુંદર વસ્તુ છે. મેં આ વિશે ડૉક્ટર સાથે વાત કરી છે. તેણે મને અંગદાનની આખી પ્રક્રિયા શું છે તે બધું જ સ્પષ્ટ કહ્યું છે. અહીં વિજયની આ જાહેરાત પછી ચાહકો તેના પ્રશંસક બની ગયા છે અને તેના નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે.