ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Box Office Collection: 'જરા હટકે જરા બચકે'નું બોક્સ ઓફિસ કલેક્શન, 25 દિવસમાં 80 કરોડનો આંકડો પાર - બોક્સ ઓફિસ કલેક્શન

વિકી કૌશલ અને સારા અલી ખાનની 'ઝરા હટકે ઝરા બચકે' સ્થાનિક બોક્સ ઓફિસ પર તેની મજબૂત પકડ ચાલુ રાખે છે. ઓમ રાઉતની મલ્ટી-સ્ટારર 'આદિપુરુષ'ની સાથે સ્પર્ધા છતાં આ ફિલ્મ તારીખ 25 દિવસમાં 80 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી છે.

'જરા હટકે જરા બચકે'નું બોક્સ ઓફિસ કલેક્શન, 25 દિવસમાં 80 કરોડનો આંકડો પાર
'જરા હટકે જરા બચકે'નું બોક્સ ઓફિસ કલેક્શન, 25 દિવસમાં 80 કરોડનો આંકડો પાર

By

Published : Jun 27, 2023, 3:38 PM IST

હૈદરાબાદ: લક્ષ્મણ ઉતેકર દિગ્દર્શિત 'ઝરા હટકે ઝરા બચકે' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારથી તુફાન મચાવી દિધુ છે. ચોથા સોમવારે વિકી કૌશલ-સારા અલી ખાન સ્ટારર ફિલ્મે સ્થાનિક સર્કિટમાં રૂપિયા 80 કરોડના નેટ કલેક્શનનો કર્યો હતો. 'ઝરા હટકે ઝરા બચકે' તેની રિલીઝના 25 દિવસ પછી પણ સોમવારે થિયેટરોમાં સફળતાપૂર્વક પકડ જમાવી રાખવામાં સફળ રહી છે.

બોક્સ ઓફિસ કલેક્શન: હાલમાં ચોથા સપ્તાહમાં ચાલી રહેલી આ ફિલ્મે શુક્રવારે 1.35 કરોડ અને સોમવારે 1.23 કરોડની કમાણી કરી હતી. વિકી કૌશલ અને સારા અલી ખાન અભિનીત લવ અને કોમેડી ફિલ્મ 'ઝરા હટકે ઝરા બચકે' સોમવારે રૂપિયા 1.25 કરોડની કમાણી કરી હતી. જે 'આદિપુરુષ'ના હિન્દી આંકડા કરતાં સહેજ વધુ છે. ફિલ્મે ફરી એક કરોડનો આંકડો વટાવી દીધો છે.

90 કરોડની નજીક: આ ફિલ્મ પસાર થતા દિવસની સાથે પોતાનું પ્રદર્શન કરી રહી છે અને આવનારા સમય માટે જ પેટર્ન ચાલુ રહેશે. ગયા અઠવાડિયે ફિલ્મ બુધવાર અને ગુરુવારે શુક્રવારના સ્તરે પરત ફરતા પહેલા મંગળવારે થોડો ઘટાડો થયો હતો. આજે મંગળવાર અને આવતીકાલે બુધવારે કલેક્શન 90 લાખથી ઉપર રહે છે કે, કેમ તે જોવું રસપ્રદ અનેે અદ્ભુત હશે.

વિકી-સારાનો આગામી પ્રોજેક્ટ: વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મે સત્તાવાર રીતે 80 કરોડનો આંકડો વટાવી દીધો છે અને 80.01 કરોડની કમાણી કરી છે. જ્યારે એવું માનવામાં આવે છે કે, ફિલ્મ 87 થી 88 કરોડની કમાણી કરશે, જો તે 90 કરોડની કમાણી કરે તો તે વધુ રોમાંચક હશે. વર્ક ફોરન્ટ પર સારા અલી ખાનની આગામી ફિલ્મો એ 'વતન મેરે વતન', 'મર્ડર મુબારક' અને 'મેટ્રો ઇન ડીનો' છે. બીજી તરફ વિકીની આગામી ફિલ્મ મેઘના ગુલઝારની 'સામ બહાદુર'માં હશે.

  1. Adipurush: ટિકિટના ભાવમાં ઘટોડો છતાં બોક્સ ઓફિસ કલેક્શન નબળું, જાણો 11 દિવસની કમાણી
  2. Tamannaah Bhatia: આ ચાહકે તમન્ના ભાટિયાના કર્યા ચરણ સ્પર્સ, અભિનેત્રીનું દિલ પીગળી ગયું
  3. Sapna Gill: સપના ગિલ ખોટી નીકળી, પૃથ્વી શૉ પર છેડતીના આરોપો પાયાવિહોણા

ABOUT THE AUTHOR

...view details