મુંબઈ: બોલિવુડ સ્ટાર કપલ વિક્કી કૌશલ અને કેટરીના કેફ ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. વિકી કૌશલ અને કેટરીના કેફ તારીખ 15 જુલાઈએ સવારે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા છે. કપલ જન્મદિવસની ઉજવણી માટે રવાના થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, કેટરીના કેફ તારીખ 16 જુલાઈએ 40મો જન્મદિવસ ઉજવવા જઈ રહી છે. આ ખાસ પ્રસંગને વધુ રંગીન અને આનંદદાયી બનાવવા માટે વિકી કેટરીનાને દેશ બહાર લઈ જઈ રહ્યાં છે.
એરપોર્ટ પર સ્પોટેડ: કેટરીના કેફ રિપ્ડ જીન્સ પર ફ્લોરલ ટોપ પહેર્યો હતો. આંખો પર ચશ્મા તેમની સુંદરતામાં વધારો કરી રહ્યાં હતાં. જ્યારે વિકી કૌશલના લુકની વતા કરીએ તો, બ્લેક અને વ્હાઈટ લુકમાં રુપાળા લાગી રહ્યાં હતાં. વિકીએ કેપ, વ્હાઈટ ટી-શર્ટ અને બ્લેક ટ્રેકસૂટ પહેર્યો હતો. ઓરપોર્ટ પર બન્ને એકબીજાના હાથ પકડીને હંસતા જઈ રહ્યાં હતાં. વિકી અને કેટરીનાની જોડી ખુબ જ સુંદર દેખાઈ રહી છે.
ચાહકોએ શુભેચ્છા પાઠવી: વિકી અને કેટરીનાને એરપોર્ટ પર સાથે જોઈને ચાહકો ખુબ જ ખુશ દેખાઈ રહ્યાં છે. ચાહકો આ જોડીને ખુબ જ સુંદર કહી રહ્યાં છે. એટલું જ નહિં પરંતુ તેને પ્રેમ પણ આપી રહ્યાં છે. ચાહકો કેટરીનાને 40માં જન્મદિવસ પર એડવાંસમાં શુબેચ્છા પાઠવી રહ્યાં છે. કેટરીના કેફ અને વિકી કૌશલે તારીખ 9 ડિસેમ્બર 2021માં રાજસ્થાનમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતાં.
કેટરીના પ્રેગ્નેન્સી ન્યૂઝ: હવે ચાહકો આ સુંદર કપલ ક્યારે માતાપિતા બને તેની રાહ જોઈ રહ્યાં છે. કેટરીના કેફના પ્રેગ્નેન્સીનના સમાચાર વારંવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. હવે ચાહકોને અપેક્ષા છે કે, આ કપલ તારીખ 16 જુલાઈના રોજ પોતાના ચાહકોને ગુડ ન્યૂઝ આપે. વિકી કૌશલની 'જરા હટકે જરા બચકે' ફિલ્મે થિયેટરમાં ધુમ મચાવી હતી. આ ફિલ્મને લઈ વિકી કૌશલ ખુબ જ ચર્ચામાં રહ્યાં હતાં.
- Chandlo Trailer: કાજલ ઓઝા-માનવ ગોહિલ અભિનીત ફિલ્મ 'ચાંદલો'નું ટ્રેલર રિલીઝ, જુઓ વીડિયો
- Ashutosh Gowariker: આશુતોષ ગોવારિકર અભિનય માટે પાછા ફર્યા, વેબ સિરીઝ 'કાલા પાની'ની જાહેરાત
- Thalapathy Vijay Payilagam: સાઉથના અભિનેતા 'થલાપતી વિજય પાયલગામ' શૈક્ષણિક કેન્દ્ર શરુ કરશે