હૈદરાબાદ: બોલિવૂડ સ્ટાર કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફે આ વર્ષે તેમના પ્રથમ કરવા ચોથ (Vicky Kaushal Karwa Chauth) ના તહેવારની મજા માણી હતી. કપલની કરવા ચોથની ઉજવણીની તસવીરોએ સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી હતી અને ચાહકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી હતી. હવે કેટરીના કૈફે ખુલાસો કર્યો છે કે, તેના પતિ વિકી કૌશલે પણ તેના માટે કરવા ચોથ (Karwa Chauth fast) નો ઉપવાસ રાખ્યો હતો.
કરવા ચોથ 2022:કેટરીના કૈફે જણાવ્યું કે, આ તેનું પહેલું કરવા ચોથ વ્રત હતું, જેનો અનુભવ તેના માટે ખૂબ જ ખાસ હતો. કેટરીનાએ કહ્યું, શરૂઆતથી જ ભારતીય સંસ્કૃતિએ મને તેની તરફ ખેંચ્યો છે, જો હું કરવા ચોથ વિશે કહું તો મને ખબર ન હતી કે હું ભૂખી રહી શકીશ કે નહીં, મુંબઈમાં ચંદ્રોદયનો સમય 9.01 મિનિટનો હતો, તેથી મેં રાત્રે 9 વાગ્યા સુધી માનસિક રીતે તૈયારી કરી હતી, પરંતુ ચંદ્ર 9.35 મિનિટે બહાર આવ્યો હતો. 9 થી 9:30 સુધી મારા માટે ભૂખ્યા રહેવું ખૂબ મુશ્કેલ બની ગયું. મને ખરેખર ખૂબ ભૂખ લાગી હતી.