મુંબઈ : "તેરા યાર હું મેં" અભિનેત્રી વિભૂતિ ઠાકુરને રોહિત શેટ્ટીની વેબ સિરીઝ "ઇન્ડિયા પોલીસ ફોર્સ" માં (India Police Force) મુખ્ય ભૂમિકા ભજવવા માટે પસંદ કરવામાં આવી છે. શોની નજીકના એક સૂત્રોએ કહ્યું, 'વિભૂતિ સિદ્ધાર્થ મલ્હોત્રા, વિવેક ઓબેરોય અને શિલ્પા શેટ્ટી સાથે જોવા મળશે. જો કે, તે કેમિયો છે, તેમ છતાં તે એક મહત્વપૂર્ણ ભૂમિકા છે, જે વાર્તામાં મોટો (Vibhuti Thakur in Rohit Shetty Web Series) વળાંક લાવશે તેવી પૂરી શક્યતા છે.
ખુલાસો કરવાની પાડી ના - વિભૂતિએ ચર્ચાને સમર્થન આપ્યું અને શેર કર્યું કે, 'આ સમયે, હું વધુ ખુલાસો કરી શકીશ નહીં, હું એટલું જ કહીશ કે હું આ સીરીઝ કરી રહી છુ'. વિભૂતિ અગાઉ રોહિત શેટ્ટી સાથે (Rohit Shetty Web Series) સારા અલી ખાન અને રણવીર સિંહ સ્ટારર 'સિમ્બા'માં કામ કરી ચૂકી છે. તેણે કહ્યું, 'મારા રોહિત સર સાથે સારો સંબંધ છે અને તેમની સાથે કામ કરવું હમેંશા સારું લાગે છે. મને ખુશી છે કે 'સિમ્બા' પછી મને તેની સાથે જોડાવવાની બીજી તક મળી રહી છે.
આ પણ વાંચો :બોલિવૂડની કઈ કઈ અભિનેત્રીએ ફેશન ગાલામાં કર્યું રેમ્પ વોક