મુંબઈ: લોકપ્રિય TV શો સારાભાઈ વર્સેસ સારાભાઈમાં તેની ભૂમિકા માટે જાણીતી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયએ કાર અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ભાગ્યપૂર્ણ સમાચાર નિર્માતા જેડી મજેઠિયાએ શેર કર્યા હતા. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટમાં તેણે જાણકારી આપી કે, 'આ દુર્ઘટના ઉત્તર ભારતમાં બની હતી.'
વૈભવી ઉપાધ્યાયનું દુ:ખદ કાર અકસ્માતમાં નિધન, TV ઈન્ડસ્ટ્રીએ વ્યક્ત કર્યો શોક વૈભવી ઉપાધ્યાયનું નિધન: કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને આ દુ:ખદ સમાચાર નિર્માતા જેડી મજેઠિયાએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શેર કર્યું છે. પોસ્ટમાં જણાવ્યું છે કે, જીવન ખુબજ અણધારી છે. સારાભાઈ વિરુદ્ધ સારાભાઈની જાસ્મીન તરીકે જાણીતી એક ખૂબ જ સારી અભિનેત્રી, પ્રિય મિત્ર વૈભવી ઉપાધ્યાયનું નિધન થયું છે. તે ઉત્તરમાં એક અકસ્માતનો ભોગ બની હતી. પરિવાર તેમને આવતીકાલે સવારે 11 વાગ્યે અંતિમ સંસ્કાર માટે મુંબઈ લાવશે.''
TV ઈન્ડસ્ટ્રીમાં શોક: રુપાલી ગાંગુલીએ વ્યક્ત કર્યો સ દુ:ખદ સમાચાર પર પ્રતિક્રિયા આપતા રૂપાલી ગાંગુલીએ સારાભાઈ Vs સારાભાઈ અભિનેતા વૈભવી ઉપાધ્યાયના આકસ્મિક નિધન પર શોક વ્યક્ત કર્યો છે. દરમિયાન અભિનેતા દેવેન ભોજાનીએ પણ ટ્વીટ કર્યું, ''આઘાતજનક. એક સારી અભિનેત્રી અને પ્રિય મિત્ર વૈભવી ઉપાધ્યા, જે સારાભાઈ વર્સેસ સારાભાઈની જાણીતી પ્રખ્યાત અભિનેત્રી જાસ્મિન છે, જેમનું દુખદ અવસાન થયું છે. થોડા કલાકો પહેલા તે ઉત્તરમાં અકસ્માતનો ભોગ બન્યા છે. તેના નિધન અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.''
અભિનેત્રીની ફિલ્મ: વૈભવીએ વર્ષ 2020માં 'છપાક' ફિલ્મ અને 'તિમિર'માં દીપિકા પાદુકોણ સાથે પણ કામ કર્યું હતું. અભિનેતા આદિત્ય સિંહ રાજપૂત તારીખ 22 મેના રોજ મુંબઈના અંધેરીમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યાના થોડા દિવસો બાદ વૈભવીના નિધનના સમાચાર આવ્યા છે.
- Cannes 2023: કાન્સમાં રેડ કાર્પેટ પર મહિલા લોહીમાં લથબથ જોવા મળી, મચી ગયો હાહાકાર
- Film actor Akshay Kumar: બાબા કેદારનાથ ધામ પહોંચ્યા અક્ષય કુમાર, ચાહકો સાથે સેલ્ફી લીધી
- Cannes 2023: ગુજરાતના કચ્છની અભિનેત્રીએ દેખાડી ઝલક, કોમલ ઠક્કરે સતત બીજા વર્ષે કાન્સમાં ભાગ લીધો