ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Uunchai Trailer Release: અમિતાભ, અનુપમ અને બોમનની જૂઓ મિત્રતા - ફિલ્મ ઉંચાઈની સ્ટોરી

Uunchai Trailer Release:મિત્રતા પર આધારિત અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની અને ડેની ડેન્ઝોંગપા સ્ટારર ફિલ્મ 'ઉચાઈ'નું ટ્રેલર 18 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું છે.

Etv BharatUunchai Trailer Release: જુઓ મિત્રતાનો મિત્રતાની મિસાઈલ
Etv BharatUunchai Trailer Release: જુઓ મિત્રતાનો મિત્રતાની મિસાઈલ

By

Published : Oct 18, 2022, 2:06 PM IST

હૈદરાબાદ:અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની અને ડેની ડેન્ઝોંગપા સ્ટારર 'ઉછાઈ'નું (Film Uunchai) ટ્રેલર 18 ઓક્ટોબરના રોજ રિલીઝ (Uunchai Trailer Release) કરવામાં આવ્યું છે. ટ્રેલર જોઈને ખબર પડે છે કે ફિલ્મની સ્ટોરી એકદમ અદભૂત છે, જે ચાર મિત્રોની અતૂટ મિત્રતા પર આધારિત છે, જેઓ એક મિત્ર (ડેની ડેન્ઝોંગપા)ની ખાતર ઉંમરના અંતે મોટું જોખમ ઉઠાવવા નીકળી પડ્યા છે.

ટ્રેલરમાં શું છે: અઢી મિનિટનું ટ્રેલર ચાર મિત્રો અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની અને ડેની ડેન્ઝોંગપા વચ્ચેના આનંદ, લાગણીઓ અને ત્યાગથી ભરેલું છે. ટ્રેલર જોઈને રડવુ પણ આવી જશે અને યુવાનોને તેમની મિત્રતા અને આવતી કાલની તસવીરો પણ જોવા મળે છે. ફિલ્મની ટેગલાઈન છે 'ફ્રેન્ડશિપ ઈઝ હીઝ ઈન્સ્પિરેશન'. ટ્રેલરમાં દર્શકોને અંત સુધી જકડી રાખવાની ક્ષમતા છે.

તેમના જીવન પર અનેક મુશ્કેલીઓ: ફિલ્મની સ્ટોરી ( story of the film Uunchai) આ ચાર મિત્રોમાંથી એક ડેની ડેન્ઝોંગપાના સ્વપ્ન પર આધારિત છે, જે તેની ઉંમરના અંતે માઉન્ટ એવરેસ્ટ સર કરવા માંગે છે. પરંતુ તેમના મૃત્યુ પછી, તેમની રાખને વિસર્જન કરવા માટે, અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બોમન ઈરાની માઉન્ટ એવરેસ્ટ પર નીકળ્યા, જ્યાં તેમના જીવન પર અનેક મુશ્કેલીઓ આવે છે.

બેકગ્રાઉન્ડમાં પરિણીતી ચોપરાનો અવાજ: ટ્રેલરના બેકગ્રાઉન્ડમાં પરિણીતી ચોપરાનો અવાજ પણ સંભળાય છે. આ ફિલ્મમાં પરિણીતી મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહી છે. રાજશ્રી પ્રોડક્શનના બેનર હેઠળ નિર્મિત, આ ફિલ્મનું નિર્દેશન સૂરજ બડજાત્યાએ કર્યું છે, જેઓ હમ આપકે હૈ કૌન અને હમ સાથ સાથ હૈ જેવી ફેમિલી ડ્રામા ફિલ્મો માટે જાણીતા છે.

ABOUT THE AUTHOR

...view details