હૈદરાબાદ:દેશના ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને નર્દેશક સતિષ કૌશિકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અમિત શાહે કહ્યું, ભારતીય સિનેમા અને પ્રદર્શનમાં તેમનું યોગદાન યાદ કરવામાં આવશે. અભિનેતા અને ફિલ્મ નિર્માતા સતીશ કૌશિકનું તારીખ 9 માર્ચના રોજ વહેલી સવારે હાર્ટ એટેકથી અવસાન થયું છે. દર્શકોને પોતાના અભિનયથી હસાવનાર અભિનેતા આજે રડાવી ગયા. તેમના અવસાનથી બોલિવુડ ફિલ્મજગતમાં શોકની લહેર પ્રસરી છે.
આ પણ વાંચો:Satish Kaushik Passes Away: સતિષ કૌશિકે ગઈકાલે ફિલ્મના સ્ટાર્સ સાથે હોળીનો આનંદ લુટ્યો, આજે બોલિવુડ શોકમાં ગરકાવ
અમિત શાહે વ્યક્ત કર્યો શોક: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અભિનેતા સતિષ કૌશિકના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે,''અભિનેતા, દિગ્દર્શક અને લેખક સતીષ કૌશિકજીના અચાનક અવસાનથી ખૂબ દુખ થયું છે. ભારતીય સિનેમા, કલાત્મક રચનાઓ અને પ્રદર્શનમાં તેમનું યોગદાન હંમેશાં યાદ કરવામાં આવશે. તેમના શોકગ્રસ્ત કુટુંબ અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ શાંતિ.''
અભિનતાના મૃત્યુના સમાચાર: ફિલ્મ નિર્માતા સતીશ કૌશિકનું હાર્ટ એટેકથી અવસાન થયું છે આ અંંગેના સમાચાર આપતા અભિનેતા અનુપમ ખેરે જણાવ્યું કે, ''કૌશિક દિલ્હીમાં એક મિત્રના ઘરે હતા, ત્યારે તેમણે અસ્વસ્થતાની ફરિયાદ કરી હતી.'' અનુપમ ખેરે વધુમાં જણાવ્યું હતું કે, ''અસ્વસ્થતા અનુભવ્યા બાદ તેમણે ડ્રાઈવરને હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું. રસ્તામાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો.''
આ પણ વાંચો:Satish Kaushik Passes Away: હાસ્ય કલાકાર માટે મળ્યો હતો ફિલ્મફેર એવોર્ડ, અભિનેતા સતિષ કૌશિકનું અવસાન
સતીષ કૌશિકની કારકિર્દી: સતીશ કૌશિકનો જન્મ 13 એપ્રિલ 1965ના રોજ હરિયાણામાં થયો હતો. તેમણે બોલિવૂડમાં અભિનેતા, કોમેડિયન, સ્ક્રિપ્ટ રાઈટર, દિગ્દર્શક અને નિર્માતા તરીકે પોતાની ઓળખ બનાવી હતી. સતીષ કૌશિકે મદદનીશ ડિરેક્ટર તરીકે બોલિવૂડ ઉદ્યોગમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે દિગ્દર્શક તરીકેની કારકિર્દીમાં તેની પહેલી ફિલ્મ 'રૂપ કી રાની ચોરો કા રાજા' કરી હતી.