હૈદરાબાદઃTVની ઉભરતી સ્ટાર અને બાલાની સુંદર અભિનેત્રી તુનિષા શર્માની આત્મહત્યાને કારણે એક્ટિંગ જગત અને ચાહકો વચ્ચે મૌન છે. માત્ર 20 વર્ષની ઉંમરમાં અભિનેત્રીની આત્મહત્યાના કારણે અનેક સવાલો ઉભા થયા છે. આ ઉંમરે અભિનેત્રી તેના સહ અભિનેતા અને આત્મહત્યા કેસ (Tunisha Sharma Suicide Case)ના કથિત આરોપી શીઝાન ખાન સાથે સંબંધમાં હતી. આ ઉપરાંત એવું કહેવામાં આવી રહ્યું છે કે, અભિનેત્રી બ્રેકઅપને કારણે તણાવમાં હતી. હવે તુનિષાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો (Tunisha Sharma postmortem report) છે, જેમાં એક્ટ્રેસના મૃત્યુનો વાસ્તવિક ખુલાસો થયો છે. પરંતુ આત્મહત્યા પહેલા એવી કઈ વસ્તુઓ હતી, જે એક્ટ્રેસને અંદરથી મુંઝવણ ઉભી કરી રહી હતી.
આ પણ વાંચો:Tunisha Sharma death case : અભિનેતા શીઝાન ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ ધરપકડ કરવામાં આવી
સુસાઈડ કેસ:મીડિયા રિપોર્ટ્સ અનુસાર તુનિષાએ શોના સેટ પર કો એક્ટર શીઝાન ખાનના મેક અપ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જણાવવામાં આવ્યું છે કે, તુનીષાએ શીઝાન સાથે લંચ કર્યાના 15 મિનિટ બાદ આ પગલું ભર્યું હતું. બંનેએ બપોરે 3 થી 3.15 દરમિયાન લંચ કર્યું હતું. દરમિયાન શું થયું કે તુનીષાએ આ પગલું ભર્યું.
બ્રેકઅપનું કારણ: રિપોર્ટ્સ અનુસાર તુનિષા શર્માની આત્મહત્યાના મામલામાં નોંધવામાં આવેલી FIRમાંથી એવું બહાર આવ્યું છે કે, અભિનેત્રી શીઝાન ખાનને ડેટ કરી રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આત્મહત્યાના 15 દિવસ પહેલા તુનીષાનું શીઝાન સાથે બ્રેકઅપ થયું હતું. હવે બ્રેકઅપના અલગ અલગ કારણો સામે આવી રહ્યા છે. જેમાં લવ જેહાદ, ગર્ભાવસ્થા, લગ્ન માટે ધર્મ પરિવર્તન અને છેતરપિંડી વગેરેનો સમાવેશ થાય છે. એટલું જ નહીં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તુનીષા અને શીઝાનના મગજમાં પ્રખ્યાત શ્રદ્ધા મર્ડર કેસ પણ ફરતો હતો. જેના કારણે તેમના સંબંધો લવ જેહાદ પર અટકી ગયા હતા. આ જ કારણ હતું કે, શઝાને તુનીશા સાથે બ્રેકઅપ કર્યું હતું.
આ પણ વાંચો:YEAR ENDER 2022 : શાહરૂખથી લઈને આમિર સુધીના આ સ્ટાર્સ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા, આ છે કારણ
શું તુનિષા પ્રેમમાં છેતરાઈ હતી:તુનીષાના મૃત્યુ બાદ એક્ટર શીઝાન ખાન પર લવ જેહાદનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીના આત્મહત્યાનું કારણ તેની ગર્ભાવસ્થા હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. જોકે પોલીસે અભિનેત્રીના ગર્ભવતી હોવાના સમાચારને નકારી કાઢ્યા છે. બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અભિનેત્રી પર લગ્ન બાદ ધર્મ પરિવર્તન કરવાનું દબાણ હતું અને કદાચ આ કારણે તુનીષાએ અભિનેતા સાથે બ્રેકઅપ કરી લીધું હતું. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, તુનિષા આ બધી બાબતો વિશે વિચારીને પરેશાન થઈ રહી હતી, જેના કારણે તેણે આ પગલું ભરવું પડ્યું.