હૈદરાબાદઃબોલિવુડના ફેમસ હીરો વરુણ ધવન અને જાનવી કપૂરના ચાહકો માટે ખુશીના સમાચાર સામે આવ્યાં છે. વરુણ ધવન અને જાનવી કપૂર અભિનીત ફિલ્મ 'બવાલ'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટીઝર બહાર આવતા જ દર્શકોમાં હોબાળો મચી ગયો છે. વરુણ અને જાનવીની જોડી દર્શકોને ખુબજ પસંદ આવી રહી છે. આ જોડી પ્રથમ વાર ફિલ્મમાં સાથે કામ કરી રહી છે. 'દંગલ' અને 'છિછોરે' જેવી સશક્ત ફિલ્મ બનાવનાર નતેશ કુમારે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે.
Arijit Singh Songs: વરુણ ધવન-જાનવી કપૂરની ફિલ્મ 'બવાલ'નું ફર્સ્ટ સોન્ગ 'તુમ્હે કિતના પ્યાર કરતે' રિલીઝ - તુમ્હે કિતના પ્યાર કરતે ગીત અરિજીત સિંહ
વરુણ ધવન અને જાનવી કપૂર અભિનીત ફિલ્મ 'બવાલ'નું પ્રથમ ગીત 'તુમ્હે કિતના પ્યાર કરતે' રિલીઝ કરવામાં આવ્યું છે. આ સોન્ગ અરિજિત સિંહ અને મિથુને ગાયું છે. આ જોડીએ 'આશિકી 2'માં પોતાના મધુર અવાજથી દર્શકોને દિવાના બનાવી દીધા હતા. હવે ફરી એક વાર આ બન્ને કલાકારો પોતાનો જાદુ ફેલાવવા માટે આવ્યાં છે. અહિં જુઓ સોન્ગ.
પ્રથમ ગીત રિલીઝ: તારીખ 7 જુલાએ ફિલ્મનું પ્રથમ ગીત 'તુમ્હે કિતના પ્યાર કરતે' રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતનો અવાજ પ્રખ્યાત સિંગર અરિજિત સિંહ અને તેમની સાથે મિથુને કમાલ કરી છેે. અરિજિતત સિંહ અને મિથુને 'આશિકી 2'માં ગીતો ગાઈને શ્રોતાએતને મંત્રમુગ્ધ કર્યાં હતાં. 'તુમ્હે કિતના પ્યાર કરતે' ગીત તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે પરંતુ તે વીડિયોમાં નથી, ઓડિયો વર્ઝનમાં રિલીઝ કરવમાં આવ્યું છે. સ્ક્રીન પર વરુણ અને જાનવી કપૂરની રોમેન્ટિક તસવીર જોવા મળી રહ્યો છે.
પ્રથમ ભારતીય સિનેમા: નિતેશ તીવારી પોતાની ફિલ્મને આ મહિનામાં તારીખ 21 જુલાઈના રોજ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ કરવામાં આવશે. એ જાણીને આશ્ચર્ય થશે કે, આ ફિલ્મ વશ્વસ્તરે લગભગ 200થી પણ વધુ દેશોમાં સ્ટ્રીમ કરવામાં આવશે. નોંધનિય છે કે, બવાલ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા પેરિસના એફિલ ટાવરમાં પદર્શિત કરવામાં આવશે. 'બવાલ' એફિલ્મ ટાવર પર પ્રદર્શિત થનારી પ્રથમ ભારતીય હિન્દી ફિલ્મ બની જશે. આ ફિલ્મનું સ્ક્રીનિંગ ખુબજ જલ્દી થવા જઈ રહી છે.