મુંબઈઃબોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક શ્રદ્ધા કપૂરના ઈન્સ્ટાગ્રામ પર 75 મિલિયનથી વધુ ચાહકો છે. શ્રદ્ધાના ફેન્સ તેની ફિલ્મની આતુરતાથી રાહ જોતા હોય છે. શ્રદ્ધા આ દિવસોમાં તેની રોમેન્ટિક, કોમેડી ડ્રામા ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કર'ને લઈને ચર્ચામાં છે. બંને સ્ટાર્સ અલગ અલગ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. આ પ્રમોશન દરમિયાન શ્રદ્ધા કપૂર સાથે એવી ઘટના બની કે, તેમનો વીડિયો થયો વાયરલ. જુઓ આ વીડિયો શું કહે છે ?
આ પણ વાંચો:Actor Nawazuddin Siddiqui: અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ પૈતૃક સંપત્તિનો પોતાનો હિસ્સો પણ ભાઈઓને આપ્યો
અભિનેત્રીનું રિઓક્શન: અહીં શ્રદ્ધા કપૂર ચાહકોની વચ્ચે ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કર'નું પ્રમોશન કરી રહી હતી કે, ચાહકોની ભીડમાં કેટલાક ચાહકોએ શ્રદ્ધા કપૂર વિશે કહ્યું, 10 રૂપિયાની પેપ્સી. શ્રદ્ધા કપૂર સેક્સી છે. આ સાંભળીને શ્રધ્ધા કપૂર ગુસ્સે તો ન થઇ પરંતુ ખુબ હસ્યા. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ સાંભળીને શ્રધ્ધા કપુર કેવી રીતે જોર જોરથી હસી રહી છે.
અભિનેત્રીની ન્યૂ ફિલ્મ રિલીઝ ડેટ: 'પ્યાર કા પંચનામા' અને 'સોનુ કી ટીટુ કી સ્વીટી' ફેમ ડિરેક્ટર લવ રંજને ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કર'નું નિર્દેશન કર્યું છે. લવ રંજન યુવાનોની પ્રેમકથાઓ પર ફિલ્મ બનાવીને દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે. આવું જ કંઈક 'તુ જૂઠી મેં મક્કર'માં જોવા મળશે. આ ફિલ્મમાં નવી વાત એ છે કે, પહેલીવાર રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની જોડી મોટા પડદા પર જોવા મળશે. બંનેની જોડી એટલી સુંદર લાગી રહી છે કે લવ રંજને બંનેને અલગ અલગ પ્રમોશન માટે મોકલ્યા છે. આ ફિલ્મ હોળીના અવસર પર તારીખ 8 માર્ચે રિલીઝ થશે.
આ પણ વાંચો:Allu Arjun Movie Jawan: અલ્લુ અર્જુને નકારી શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન', જાણો શું કારણ
ફિલ્મ તુ જૂઠી મેં મક્કાર: ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર'ની સ્ટારકાસ્ટ જબરદસ્ત છે. રણબીર અને શ્રદ્ધાની જોડી ચાહકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે. લવ રંજન પણ ઇચ્છે છે કે દર્શકોની આ જોડીને એકસાથે જોવાની ઈચ્છા થિયેટરોમાં જ પૂરી થવી જોઈએ. એટલા માટે તે આ જોડી દ્વારા અલગ અલગ પ્રમોશન કરાવી રહ્યાં છે.