ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Tovino Thomas Film 2018: ટોવિનો થોમસની ફિલ્મ '2018' મોહનલાલની 'પુલિમુરુગન'ને પાછળ છોડી, બનાવ્યો નવો રેકોર્ડ - 2018 એ મોલીવુડ BO રેકોર્ડ્સનો પર્દાફાશ

ટોવિનો થોમસ અભિનીત અને પુરસ્કાર વિજેતા દિગ્દર્શક જુડ એન્થની જોસેફ દ્વારા દિગ્દર્શિત મલયાલમ ફિલ્મ '2018' એવરીવરી ઈઝ એ હીરો એ મોહનલાલની પુલીમુરુગનને હરાવીને સૌથી વધુ કમાણી કરનાર મલયાલમ ફિલ્મ બની છે. આ ફિલ્મે વૈશ્વિક સ્તરે રૂપિયા 150 કરોડની કમાણી કરી છે.

ટોવિનો થોમસની ફિલ્મ '2018' મોહનલાલની 'પુલિમુરુગન'ને પાછળ છોડી, બનાવ્યો નવો રેકોર્ડ
ટોવિનો થોમસની ફિલ્મ '2018' મોહનલાલની 'પુલિમુરુગન'ને પાછળ છોડી, બનાવ્યો નવો રેકોર્ડ

By

Published : May 29, 2023, 2:46 PM IST

Updated : May 29, 2023, 7:05 PM IST

હૈદરાબાદ:મલયાલમ સર્વાઇવલ ડ્રામા થ્રિલર ફિલ્મ '2018' જે કેરળના પૂર પર આધારિત છે. આ ફિલ્મે મોહનલાલની 'પુલિમુરુગન'ને પાછળ છોડી દીધી છે અનેે વર્ષ 2016 થી સૌથી વધુ કમાણી કરનાર મલયાલમ ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો છે. જુડ એન્થની જોસેફ નિર્દેશિત ફિલ્મ શનિવારે 150 કરોડની ક્લબમાં પ્રવેશી હતી. આ ફિલ્મ રિલીઝ થયાના 11 દિવસ પછી સૌથી વધુ કમાણી કરનાર મલયાલમ ફિલ્મ બની હતી.

બવાવ્યો નવો રેકોર્ડ: આ ફિલ્મમાં ટોવિનો થોમસ, કુંચકો બોબન, આસિફ અલી, વિનીત શ્રીનિવાસન, અપર્ણા બાલામુરલી અને કાલૈરાસનની જોડીનો સમાવેશ થાય છે. શુક્રવારે તેને તમિલ, તેલુગુ અને હિન્દીમાં ડબ અને રિલીઝ કરવામાં આવી હતી. રવિવાર સુધીમાં મલયાલમ સર્વાઈવલ ડ્રામા ફિલ્મ '2018' એ વિશ્વભરમાં રૂપિયા 153 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે કેરળમાં 80.24 કરોડની કમાણી કરી છે અને તે હજુ પણ મજબૂત ચાલી રહી છે.

સૌથી વધુ કમાણી: રિપોર્ટ અનુસાર ફિલ્મનું હિન્દી વર્ઝન એટલુ સારું પ્રદર્શન કરી શક્યું નથી, જે રીતે આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે રૂપિયા 20 કરોડના બજેટમાં બનાવવામાં આવી હોવા છતાં '2018' એ રિલીઝના દિવસે જ સરેરાશ પ્રતિસાદ સાથે ડેબ્યૂ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે તેના પ્રથમ સપ્તાહના અંતે રૂપિયા 30 કરોડથી વધુની કમાણી કરી હતી.

ફિલ્મની ટિકા કરી: જો કે, તેની રજૂઆતના એક અઠવાડિયા પછી કેરળના નોલેજ ઈકોનોમી મિશનના નિર્દેશક અને લેખક પી એસ શ્રીકલાએ ફિલ્મની આકરી ટીકા કરી હતી. તેમણે ફેસબુક પર જણાવ્યું હતું કે, ''વિડિયો તથ્ય વિકૃતિ અને જૂઠાણા પર આધારિત છે.'' વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ''ફિલ્મ નિર્માતાએ વધુ સંશોધન કરવું જોઈએ.'' આ ફિલ્મનું પ્રીમિયર તારીખ 5 મેના રોજ થયું હતું અને રાજ્યભરના થિયેટરોમાં સ્ટેન્ડિંગ ઓવેશન્સ મેળવ્યા હતા.

  1. Iifa Awards 2023: આઈફામાં આ સ્ટાર ચમક્યા, જાણો એવોર્ડ્સ વિજેતાના નામ
  2. Vicky Kaushal: Iifa 2023માં 'શીલા કી જવાની' પર વિક્કી કૌશલે કર્યો અદભૂત ડાન્સ, ચાહકોએ કર્યા વખાણ
  3. Ram Siya Ram Song: 'આદિપુરુષ'નું બીજું ગીત 'રામ સિયા રામ' રિલીઝ, ફિલ્મ 16 જૂને સિનમાઘરોમાં થશે રિલીઝ
Last Updated : May 29, 2023, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details