Shah Rukh Khan: દુનિયાના ટોપ સૌથી અમિર અભિનેતાઓમાં શાહરુખ ખાન ચોથા સ્થાને, ટોમ ક્રૂઝને પાછળ છોડી દિધા - 2023 ના વિશ્વના સૌથી ધનિક કલાકારો
શું તમે જાણો છો દુનિયાના ટોપ 2023ના સૌથી અમિર અભિનેતા કોણ છે ? આ લિસ્ટમાં ભારતીય અભિનેતાનું નામ પણ સામેલ છે. તાજેતરમાં વિશ્વભરમાં સૌથી અમિર અભિનેતાઓની યાદી બહાર પાડવામાં આવી છે. તો ચાલો એક નજર કરીએ વિશ્વના સૌથી અમિર અભિનેતાઓ ઉપર.
મુંબઈ: એન્ટરટેઈન્મેન્ટ ફિલ્મ ઉદ્યોગમાં ઘણા વર્ષ પહેલા કેટલાય સફળ અભિનેતાઓ જોવા મળ્યા હતા. આ અભિનેતાઓએ પોતાના શાનદાર અભિનય દ્વારા લાખો ચાહકોના દિલમાં જગ્યા બનાવી છે. એટલું જ નહિં, પરંતુ તેમણે લાખો ડોલરની પણ કમાણી કરી છે. એક મીડિયા રિપોર્ડ્સે આવી જ એક લીસ્ટ તૈયાર કરી છે. આ લિસ્ટમાં દુનિયાના ટોપ 2023ના સૌથી અમિર અભિનેતાઓને સામેલ કર્યાં છે. આ અભિનેતાઓની કુલ સંપત્તિ 250 મિલિયન થી 1 બિલિયન ડોલરની વચ્ચે છે. આ યાદીમાં શાહરુખ ખાનનું નામ પણ સામેલ છે.
વિશ્વના સૌથી ધનિક અભિનેતા: રિપોર્ટ્સ અનુસાર, વર્તમાનમાં ટાયલર પેરી સૌથી વધુ સંપત્તિ ધરાવનાર અભિનેતા છે. તેમની કુલ સંપત્તિ 1 બિલિયન ડોલર છે. તેમની કુલ સંપત્તિ તેમના વિશ્વના સૌથી મોટા અમિર બનાવે છે. ટાયલર પેરીની ઘણી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. જેમાં 'બૂ એ મૈડિયા હૈલોવીન', 'મૈડિયા ગોઝ ટૂ જેલ', 'મૈડિયાઝ ફૈમિલી રીયૂનિયન', 'વ્હાઈટ ડિડ આઈ ગેટ મૈરિડ ટૂ ?', 'મૈડિયાઝ વિટનેસ પ્રોટેક્શન' સામેલ છે. જ્યારે બીજા સ્થાન પર વર્લ્ડ ફેમસ કોમેડિય જેરી સીનફીલ્ડ અને ત્રીજા સ્થાને ડ્વેન જોનસ છે. જેરી સીનફીલ્ડની કુલ સંપતિ 950 મિલિયન ડોલર છે. ડ્વેન જોનસનની 800 મિલિયન ડોલર સંપતિ છે.
શાહરુખ ખાને ટોમ ક્રૂઝને પાછળ છોડી દીધા: વિશ્વના સૌથી મોટા અમિર અભિનેતાઓમાં બોલિવુડના કીંગ ખાનનું નામ સામેલ છે. શાહરુખ ખાને 80થી પણ વધુ ફિલ્મમાં કામ કર્યું છે. રિપોર્ટસામાં શાહરુખ ખાનના કામોની સરાહના કરવામાં આવી છે. તેમના કામ માટે યૂનેસ્કોના પિરામિડ કોન માર્ની એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. એટલું જ નહિં, પરંતું તેમને ન્યૂઝવીક મૈગઝીને વિશ્વના 50 સૌથી શક્તિશાળી લોકોમાં સામેલ કર્યા છે. તેમણે ઘણા પુરસ્કારો મેળવ્યા છે. શાહરુખ ખાનને 14 ફિલ્મફૈર પુરસ્કાર, પદ્મ શ્રી અને ઓર્ડે ડેસ આર્ટ્સ એટ ડેસ લેટ્રેસ અને લીઝન ઓફ ઓનર સામેલ છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, શાહરુખ ખાનની ટોટલ સંપત્તિ 730 મિલિયન ડોલર છે. પાંચમાં સ્થાન પર હોલિવુડ એક્ટર ટોમ ક્રૂઝ છે, જેમની સંપત્તિ 620 મિલિયન ડોલર બતાવવામાં આવી છે.