ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

urmila matondkar birthday: અભિનેત્રી ઉર્મિલા માતોંડકરના જન્મદિવસ પર 5 ટોચના ગીત, જુઓ અહિં - Top 5 Songs of Urmila Mantodkar

બોલિવૂડની અભિનેત્રી ઉર્મિલા માતોંડકરનો આજે તારીખ 4 ફેબ્રુઆરીએ જન્મદિવસ (urmila matondkar birthday) છે. અભિનેત્રના જન્મદિવસ પર તેમના ખુબજ પ્રખ્યાત એવા 5 ખાસ ગીત (Urmila Mantodkar song) પર નજર કરીએ. ઉર્મિલા એ 90 ના દાયકાની ગ્લેમર સ્ટાર તરીકે જાણીતી છે. તેમના દ્વારા કરવામાં આવેલા સંગીત ડાન્સ આજે પણ લોકપ્રિય છે. તેમના સમયમાં અભિનત્રીએ ખુબજ ખ્યાતી મેળવી હતી.

top-5-songs-of-urmila-matondkar
top-5-songs-of-urmila-matondkar

By

Published : Feb 4, 2023, 1:01 PM IST

મુંબઈ:બોલિવૂડની અભિનેત્રી ઉર્મિલા માતોંડકર એ 90ના દાયકાની ફેશન અને ગ્લેમર સ્ટાર તરીકે જાણીતી હતી. તેણીએ 'રંગીલા', 'જુદાઈ', 'ખૂબસૂરત', 'પ્યાર તુને ક્યા કિયા', 'પિંજર' અને અન્ય જેવી ફિલ્મોમાં અદ્ભુત અભિનય સાથે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ અભિનય પ્રદર્શન ઉપરાંત, તેમના હોટ અને સિઝલિંગ ડાન્સ મૂવ્સ માટે પણ જાણીતી હતી. અભિનેત્રીનો આજે તારીખ 4 ફેબ્રુઆરીએ જન્મ દિવસ છે. આ સાથે તેમના જન્મ દિવસ પર તેમના ટોચના 5 ગીત પર એક નજર કરીએ.

આ પણ વાંચો:Tweets Us Journalist On Srk: અમેરિક પત્રકારે શાહરુખને ભારતનો ટોમ ક્રૂઝ કહ્યો, ફેન્સ થયા ગુસ્સે

છમ્મા છમ્મા:ઉર્મિલાએ ફિલ્મ 'ચાઈના ગેટ'ના ડાન્સ નંબર 'છમ્મા છમ્મા'માં શાનદાર પર્ફોમન્સ કર્યું હતું. આ ઉપરાંત ગીતમાં તેણીના ઠુમકાઓએ નિર્વિવાદપણે દર્શકોનું દિલ જીતી લીધું. આ ગીત ખુબજ પ્રખ્યાત કલાકાર એવા અલકા યાજ્ઞિક, શંકર મહાદેવન અને વિનોદ રાઠોડે ગાયું હતું. આ ગીત વર્ષ 1998માં રિલીઝ થયું હતું અને હજુ પણ ચાહકોનું પ્રિય છે.

મંગતા હે ક્યા:A.R રહેમાન અને શ્વેતા શેટ્ટીએ ગાયેલું આ ગીત ફિલ્મ 'રંગીલા'નો એક ભાગ હતું. આ ગીતમાં ઉર્મિલા અને આમિર ખાનની હોટ કેમેસ્ટ્રી 90ના દાયકાના તમામ બાળકો માટે લોકપ્રિય છે. તે ટૂંક સમયમાં જ આગામી થ્રિલર વેબ સિરીઝ 'તિવારી' દ્વારા અભિનયમાં કમબેક કરશે.

આ હી જાયે:અભિનેત્રી પોતાના ડાન્સ અભિનયતી દર્શકોના દિલ જીતી લે છે. તેમનો ડાન્સ ખૂબજ લોકપ્રિય હતો. નાના બાલકથી લઈ મોટી વયના લોકો પણ તેમના ડાન્સથી થયા હતા પ્રભાવિત.ઉર્મિલાએ ફિલ્મ 'લજ્જા'ના ગીત 'આ હી જાયે'માં પોતાના અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા હતા. તે મહેમાન ભૂમિકામાં જોવા મળી હતી અને તેણીએ ગીતમાં તેના સિઝલિંગ ડાન્સ મૂવ્સથી શક્તિશાળી પ્રભાવ પાડ્યો હતો.

આ પણ વાંચો:Sidharth Kiara Wedding: કિયારા સિદ્ધાર્થના લગ્નની તૈયારી શરુ, ખાસ મહેમાનો રહેશે ઉપસ્થિત

રંગીલા રે:લિસ્ટમાં સૌથી પહેલા ફિલ્મ 'રંગીલા'નું 'રંગીલા રે' હોવું જરૂરી છે. રામ ગોપાલ વર્માની આ ફિલ્મનું ગીત છે. વર્ષ 1990 ના દાયકાના તમામ યુવાનોએ ઓછામાં ઓછા એક વખત ટ્રેકનું હૂક સ્ટેપ કર્યું હતું. સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલે દ્વારા ગવાયેલું અને એ.આર. રહેમાને કંપોઝ કરેલું આ ગીત ખૂબ જ સફળ રહ્યું હતું અને ઉર્મિલાએ તેના ડાન્સ મૂવ્સ વડે દર્શકોની નજરને આકર્ષિત કરી હતી.

કમબખ્ત ઇશ્ક:ઉર્મિલા માતોંડકરે ફિલ્મ 'પ્યાર તુને ક્યા કિયા'માં તેમની કારકિર્દીનો શ્રેષ્ઠ અભિનય આપ્યો હતો. ફિલ્મમાં તેના અભિનય કરતાં 'કમબખ્ત ઇશ્ક' ગીતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આશા ભોસલે અને સુખવિંદર સિંહ દ્વારા ગાયું હતું. આ દરમિયાન આ ગીતમાં ઉર્મિલા અને ફરદીન ખાન હતા.

ABOUT THE AUTHOR

...view details