ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Happy Birthday R Madhvan: અભિનેતા ન હોત તો ક્યાં હોત આર માધવન, જૂઓ

આર માધવન (R Madhavan) આર્મી ઓફિસર બનવા માંગતો હતો અને આ માટે તેણે નેવી, આર્મી અને એરફોર્સની ટ્રેનિંગ પણ લીધી હતી. તેમને મહારાષ્ટ્ર તરફથી બેસ્ટ કેડેટનો એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી, તેમને ટૂંકા ગાળાની તાલીમ માટે ઇંગ્લેન્ડ (London) જવાની તક મળી, પરંતુ જ્યારે તેમને સેનામાં જોડાવાની તક મળી ત્યારે તેમની ઉંમર 6 મહિના ઓછી હતી. ત્યારબાદ તેણે મુંબઈમાં પાર્ટ ટાઈમ જોબ તરીકે મોડલિંગ (Modeling) કરવાનું શરૂ કર્યું.

Happy BDay R Madhvan: અભિનેતા ન હોત તો ક્યાં હોત આર માધવન, જૂઓ
Happy BDay R Madhvan: અભિનેતા ન હોત તો ક્યાં હોત આર માધવન, જૂઓ

By

Published : Jun 1, 2022, 9:58 AM IST

મુંબઈ:બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા આર માધવનનો આજે જન્મદિવસ (Happy Birthday R Madhavan) છે. તેમનો જન્મ 1 જૂન 1970ના રોજ ઝારખંડના જમશેદપુરમાં થયો હતો. માધવને મુંબઈની KC કોલેજમાંથી પબ્લિક સ્પીકિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ કોલ્હાપુરમાં શિક્ષક તરીકે કામ કર્યું. માધવનનું નામ પણ ઈન્ડસ્ટ્રીના એ કલાકારોમાં સામેલ છે જે પોતાને વિવાદોથી દૂર રાખે છે. માધવનનું પૂરું નામ રંગનાથન માધવન છે. અભિનેતા આર. માધવનના પિતાનું નામ રંગનાથન છે, જેઓ ટાટા સ્ટીલના એક્ઝિક્યુટિવ છે. તેની માતાનું નામ સરોજા છે, જે બેંક ઓફ ઈન્ડિયામાં મેનેજર તરીકે કામ કરે છે. તેમની એક નાની બહેન દેવિકા રંગનાથન છે જે યુકેમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે. માધવનને ભારતમાં 'મેડી ભાઈ', 'મેડી પાજી', 'મેડી ભાઈજાન', 'મેડી સર', 'મેડી ચેટ્ટા', 'મેડી અન્ના'ના નામથી બોલાવવામાં આવે છે.

આ પણ વાંચો:Famous Singer KK Dies : 'આંખો મેં તેરી અજબ સી અદાયેં હૈ' જેવા અનેક ગીત ગાનારા કેકેનું કોલકાતામાં હાર્ટએટેકથી નિધન

રિજેક્ટ થયો હતો આર માધવન: એક શાનદાર ફિલ્મોમાં અભિનય કરીને દિલ જીતનાર માધવન ફિલ્મોમાં કરિયર બનાવવા માંગતો હતો. તેણે 1996માં ટીવી સીરિયલ 'બનેગી અપની બાત' થી કામ શરૂ કર્યું હતું. માધવન એટલે કે મેડીએ ચંદન પાવડરની જાહેરાતથી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે જ વર્ષે ફિલ્મ 'ઈસ રાત કી સુબહ નહીં' માં પણ જોવા મળ્યો હતો પરંતુ તેને ક્રેડિટ પણ આપવામાં આવી ન હતી. 1997માં માધવને મણિરત્નમની ફિલ્મ 'ઈરુલર' માટે ઓડિશન આપ્યું હતું પરંતુ તેને એ કહીને રિજેક્ટ કરવામાં આવ્યો હતો કે, તે આ રોલ માટે યોગ્ય નથી. વર્ષ 2001માં ગૌતમ મેનનની 'રેહના હૈ તેરે દિલ મેં' (Rehna hai tere dil mein) ફિલ્મ આવી હતી. આ ફિલ્મમાં તે દિયા મિર્ઝાની (Dia Mirza) સામે જોવા મળ્યો હતો એ ફિલ્મમાં તેનું પાત્ર મેડી હતું. આ ભૂમિકાએ તેનું ભાગ્ય બદલી નાખ્યું. આ ફિલ્મ માટે તેને સ્ક્રીન એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તે પછી માધવને ક્યારેય પાછું વળીને જોયું નથી.

આ પણ વાંચો:જમ્મુ અને કાશ્મીર સરકારે માંગી કાશ્મીરમાં તૈનાત જમ્મુના રહેવાસીઓની યાદી

બાઈકનો છે શોખીન: આર માધવનને હિન્દી અને તમિલ ફિલ્મ ઉદ્યોગમાં (Hindi and Tamil film industry) ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને તેણે રંગ દે બસંતી, 3 ઈડિયટ્સ, તનુ વેડ્સ મનુ, ઈવાનો ઓરુવન અને વિક્રમ વેધા જેવી ફિલ્મો કરી છે. આર માધવન બાઇકના શોખીન છે અને તેમના બાઇક કલેક્શનમાં રોડમાસ્ટર સહિત BMW K1600 GLA, ડુકાટી ડાયવલ અને યામાહા વી-મેક્સનો સમાવેશ થાય છે. ભારતીય રોડમાસ્ટર એ માધવનના ગેરેજની શ્રેષ્ઠ બાઇકોમાંથી એક છે.

ABOUT THE AUTHOR

...view details