હૈદરાબાદઃઈન્ડિયન સાઉથ ફિલ્મના સુપરસ્ટાર અલ્લુ અર્જુનના ચાહક છો, તો તમારા માટે અભિનેતાએ પોતે આપ્યા છેે ખુશીના સમાચાર. તેણે સોશિયલ મિડિયા પર એક નોટ લખીને શેર કરી છે. આ પોસ્ટમાં તેમના ફિલ્મ ઉદ્યોગમાં 20 વર્ષ પુરા થઈ ગયા છે, તે માટેની ખુશી વ્યક્ત કરી છે. આ ખુશી વ્યક્ત કરીને તેમણે ચાહકોનો આભાર વ્યક્ત કર્યો છે. જુઓ અહિં અભિનેતાએ શેર કરેલી પોસ્ટ.
આ પણ વાંચો:Game Changer: રામ ચરણે પોતાના જન્મદિવસ પર ફેન્સને મોકલી ભેટ, આગામી ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર
અલ્લુ અર્જુને લખી નોટ: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અને સ્ટાઈલિશ સ્ટાર અલ્લુ અર્જુનનો ચાર્મ આજે પણ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બરકરાર છે. અલ્લુ અર્જુને તેની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ 'પુષ્પા - ધ રાઇઝ'થી આખી દુનિયાને હચમચાવી દીધી હતી. આ ફિલ્મને દેશ અને દુનિયાનો ઘણો પ્રેમ મળ્યો છે. હવે આ સાઉથ સુપરસ્ટારે તેના દર્શકો અને ચાહકોનો આભાર માન્યો છે. ખરેખર અલ્લુ અર્જુને તારીખ 28 માર્ચે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા કર્યા છે. અલ્લુ અર્જુને પોતે તેની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી છે અને તેના ચાહકોનો આભાર માન્યો છે.