મુંબઈઃ પ્રખ્યાત TV કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર અને નિર્માતાઓને લઈને ચાલી રહેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. જેનિફર મિસ્ત્રી બંસીવાલે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતાઓ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યાના દિવસો પછી, ભૂતપૂર્વ અભિનેત્રી મોનિકા ભદૌરિયાએ પણ નિર્માતા અસિત કુમાર મોદી અને પ્રોજેક્ટ લીડર સોહિલ રમાણી પર સતામણી અને તેની કારકિર્દી બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે.
બાવરીનું પાત્ર: આરોપો લગાવનાર અભિનેત્રીએ વર્ષ 2013 થી 2019 સુધીના હિટ શોમાં બાવરી ધોંદુલાલ કાનપુરિયાની ભૂમિકા ભજવીને દર્શકોના દિલમાં જગ્યા બનાવી હતી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં મોનિકાએ જણાવ્યું હતું કે, તેણે શો છોડ્યા પછી નિર્માતાઓએ એક વર્ષ માટે તેનો પગાર છોડવાનો ઇનકાર કર્યો હતો.
મોનિકાનું નિવેદન: અસિત મોદીને 'મોટા જૂઠા' ગણાવતા મોનિકાએ કહ્યું કે, ''આસિત મોદી અને સોહિલ રમાણીએ સેટ પર કલાકારોને અપમાનિત કર્યા. તેઓએ મને એટલો ત્રાસ આપ્યો કે મને લાગ્યું કે અહીં કામ કરતાં આત્મહત્યા કરવી વધુ સારી છે. તેઓએ મને માનસિક ત્રાસ આપ્યો.'' અભિનેત્રીએ કહ્યું કે, ''તેઓ મને બૂમો પાડતા હતા અને મારપીટ કરતા હતા. અન્ય કલાકારો સાથે પણ આવું જ થયું હતું.''