હૈદરાબાદઃરણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર પહેલીવાર એક ફિલ્મમાં સાથે જોવા મળવાના છે. 'પ્યાર કા પંચનામા' અને 'સોનુ કે ટીટુ કી સ્વીટી' ફિલ્મોના દિગ્દર્શક લવ રંજનરણબીરકપૂર અને શ્રદ્ધા કપૂર સાથે રોમેન્ટિક ફિલ્મ કરી રહ્યા (Ranbir Kapoor and Shraddha Kapoor Movie) છે. તેમણે આ ફિલ્મની રિલીઝ ડેટ ઘણા સમય પહેલા જ જાહેર કરી દીધી છે. ફિલ્મનું શૂટિંગ ઘણા સમયથી ચાલી રહ્યું છે અને શૂટિંગ સેટ પર ક્યારેક તસવીર તો ક્યારેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તારીખ 13 ડિસેમ્બરે શ્રદ્ધા કપૂરે એક પોસ્ટર શેર કરીને ફિલ્મનું નામ સંપૂર્ણ રીતે જાહેર કર્યું ન (Tu Jhoothi Main Makkar Movie) હતું. પરંતુ હવે આ ફિલ્મનું નામ (tu jhoothi main makka) સામે આવ્યું છે.
શ્રદ્ધા કપૂરે વચન પૂરું કર્યું:તેના વચન મુજબ શ્રદ્ધા કપૂરે તારીખ 14મી ડિસેમ્બરે ફિલ્મના નામની જાહેરાત કરી છે. ફિલ્મનું નામ છે 'તુ ઝૂઠી. મેં મક્કર'. ફિલ્મનું એક ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં રણબીર અને શ્રદ્ધાની જોડી શાનદાર લાગી રહી છે.
ચાહકોની રાહ પૂરી થઈ:આ પહેલા શ્રદ્ધા કપૂરે તારીખ 13 ડિસેમ્બર (મંગળવાર)ના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટર મુક્યું હતું. આ પોસ્ટરમાં ફિલ્મના નામના પહેલા અક્ષરો લખવામાં આવ્યા છે અને અભિનેત્રીએ ફિલ્મનું નામ જણાવવાનું કહ્યું છે. શ્રદ્ધાએ કહ્યું હતું કે, ફિલ્મનું નામ આવતીકાલે (તારીખ 14 ડિસેમ્બર) જાહેર કરવામાં આવશે.